7.5 કેરેટનો ડાયમન્ડ, ગણપતિની મૂર્તિ, વિન્ટેજ કેમેરા પીએમ મોદી અને બાઈડન દંપતિએ એક બીજાને શું ભેટ આપી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકામાં પીએમ મોદીનુ વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ પણ યજમાનોને ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરતી ભેટ સોગાદો રાષ્ટ્રપતિ જો બાઈડન અને જિલ બાઈડનને આપી હતી.

જાણવા મળતી વિગતો પ્રમાણે પીએમ મોદીએ જિલ બાઈડનને લેબોરેટરીમાં તૈયાર કરાયેલો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ગિફ્ટમાં આપ્યો છે. જો બાઈડનને પીએમ મોદીએ સોનાનો સિક્કો આપ્યો છે.

સાથે સાથે ભગવાન ગણેશની મૂર્તિ, ગુજરાતનુ મીઠુ, તામિલનાડુના તલ, ઉત્તરાખંડના ચોખા પીએમ મોદીએ ગિફ્ટ તરીકે બાઈડન દંપતિએ આપ્યા હતા.

બીજી તરફ બાઈડન દંપતિએ પણ પીએમ મોદીને અમેરિકામાં બહુમુલ્ય ગણાય તેવી ભેટ સોગાદો આપી છે. જેમાં અમેરિકાના એક વિન્ટેજ કેમેરા તેમજ જોર્જ ઈસ્ટમેનના પહેલા કોડાક કેમેરાની પેટન્ટની એક તસવીર, અમેરિકાના મહાન કવિ રોબર્ટ ફ્રોસ્ટની સહી સાથેની કવિતાઓનુ એક પુસ્તકનો સમાવેશ થાય છે. સાથે સાથે 20મી સદીના પ્રારંભમાં અમેરિકામાં હાથથી લખાયેલા પ્રાચીન અમેરિકન પુસ્તક ગેલી(પુસ્તકનુ મૂળ વર્ઝન જેણે લેખકે હાથથી લખ્યુ હોય છે)પણ ભેટ કરી હતી.

આમ બંને પક્ષોએ એક બીજાને યાદગાર ભેટ સોગાદો આપવામાં કસર રાખી નહોતી. જે રીતે વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનુ સ્વાગત થયુ છે તે જોતા પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયુ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.