સિમલા-કુલુમાં વરસાદને કારણે તબાહી… 6ના મોત, 53 ગુમ

ગુજરાત
ગુજરાત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે. 50 થી વધુ લોકો ગુમ છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે.

ભારે વરસાદ બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. બધી પહાડી નદીઓ તોફાની છે. પ્રવાસીઓને ભારે વરસાદમાં બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વિશેષ સચિવ ડીસી રાણાએ જણાવ્યું કે, વાદળ ફાટવાને કારણે શિમલા જિલ્લાના સમેજ વિસ્તાર, રામપુર વિસ્તાર, કુલ્લુના બાગીપુલ વિસ્તાર અને મંડીના પદ્દાર વિસ્તારમાં વ્યાપક તબાહી સર્જાઈ છે. 53 લોકો ગુમ છે અને 6 મૃતદેહો મળી આવ્યા છે.

60થી વધુ મકાનો ધોવાઈ ગયા છે. અનેક ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. NDRF અને SDRFએ ફસાયેલા લોકોને બચાવ્યા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.