સીમા વિવાદની વચ્ચે દશેરા ઉપર સિક્કિમ જશે રક્ષામંત્રી, સૈનિકોનું મનોબળ વધારશે
ચીનની સાથે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ દશેરાના તહેવાર ઉપર સિક્કિમનો પ્રવાસ કરી શકે છે. રક્ષામંત્રી ચીનની સાથે લાગેલી સીમા ઉપર તૈનાત સૈનિકોનું મનોબળ વધારશે. રક્ષામંત્રીની યાત્રા 23-24 ઓક્ટોબરના રોજ થશે.
કરશે શસ્ત્રપૂજા
આ દરમયાન સીમા ઉપર હાજર એક યુનિટની શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં રક્ષામંત્રી ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ માન્યતાઓ પ્રમાણે દશેરાના દિવસે શત્રુ ઉપર વિજય મેળવવા માટે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. ગત વર્ષે રક્ષામંત્રી દશેરાના દિવસે ફ્રાંસમાં રાફેલ વિમાનની શસ્ત્ર પૂજા કરી હતી.
રસ્તા અને પુલનું પણ કરશે ઉદ્ઘાટન
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે રક્ષા મંત્રી રાજ્યમાં ઘણી જગ્યાએ રસ્તા અને પુલનું ઉદ્ઘાટન કરશે. આ રસ્તા અને પુલોના માધ્યમથી હવે ભારતીય સેનાનું આવગમનમાં વધારે સરળતા રહેશે. આ દરમયાન તે સીમાની ફોરવર્ડ લોકેશન્સ ઉપર પણ જશે. જ્યાં અત્યારે સૈનિકોની સંખ્યા વધારી દેવાઈ છે.