મુંબઈમાં ચેમ્બુર વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટ, 4 ઘાયલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુંબઈમાં ચેમ્બુર વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટ થયો છે. સિલિન્ડર વિસ્ફોટના કારણે એક મકાન ધરાશાયી થયું છે. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 11 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. BMCએ આ જાણકારી મીડિયા સમક્ષ જણાવી છે.

ફાયર વિભાગે ભારે જહેમત બાદ મકાનોની અંદર ફસાયેલા 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બચાવી લીધા છે. બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, આ ઘટના આજે સવારે 8 વાગ્યે મુંબઈના ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં બની હતી. આ માહિતી BMC દ્વારા આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.