વર્તમાનમા શુક્ર ગ્રહ પર જવાળામુખીના પુરાવા જોવા મળ્યા
વર્તમાનમાં નાસાના વૈજ્ઞાનિકોએ પ્રથમવાર શુક્ર ગ્રહની સપાટી પર જવાલામુખીના ભૂ-વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે.જેમા 30 વર્ષથી વધુ સમય પહેલા નાસાના પેગેલન સ્પેસ ક્રાફટ દ્વારા લેવામાં આવેલ શુક્રની રડાર તસવીરોનું ધ્યાનથી અધ્યયન કરતા આ વિગતો બહાર આવી છે.જેમા જવાલામુખીય છિદ્રનો આકાર બદલાયાનો ખુલાસો થયો છે.રડારથી લેવામાં આવેલ ચિત્રોએ જવાલામુખી વેંટના બદલાતા આકારનો ખુલાસો કર્યો હતો અને એક વર્ષથી પણ ઓછા સમયમાં આકારમાં ઘણી વૃધ્ધિ થઈ હતી.જેમાં વિભિન્ન મેગેલન ઓરબીટની ઈમેજીસની મેન્યુઅલ રીતે કર્યાના લગભગ 200 કલાક બાદ બે ફોટા પર ધ્યાન ગયું હતુ જેમા 8 મહિના પછી થતા ફેરફારની માહિતી મળી હતી.