અમરનાથમાં ઉભરાયું ભક્તોનું કીડીયારું, 1.30 લાખ ભક્તોએ કર્યા દર્શન

ગુજરાત
ગુજરાત

આ વખતે અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. બાબા બર્ફાનીના જયઘોષ સાથે, છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની સંખ્યા 1.30 લાખને વટાવી ગઈ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત પવિત્ર ગુફામાં 4 જુલાઈની સાંજ સુધીમાં 24 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આ વખતે ભક્તોની સંખ્યાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રથમ પાંચ દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ તેમની યાત્રા પૂર્ણ કરી છે. 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રાના પ્રથમ પાંચ દિવસમાં આ એક નવો રેકોર્ડ છે.  અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ અનુસાર,  3 જુલાઈના રોજ 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા.

3.5 લાખ ભક્તોએ કરાવી નોંધણી 

આ રીતે, પ્રથમ પાંચ દિવસમાં બાબા બર્ફાનીના દર્શન કરનારા ભક્તોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, યાત્રાની શરૂઆતથી લઈને 6 દિવસમાં 1 લાખ 30 હજાર 189 લોકો પવિત્ર ગુફામાં ગયા છે. વર્ષ 2023માં યાત્રાના પ્રથમ 10 દિવસમાં આટલા લોકોએ દર્શન કર્યા હતા. આ વર્ષે 3.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી છે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાનું ઘણું મહત્વ છે. 3,888 મીટર ઉંચી ગુફામાં ભગવાન શિવ તેમના બરફીલા સ્વરૂપમાં બિરાજમાન છે. અમરનાથ યાત્રાને ચારધામ યાત્રા અંતર્ગત ધામ માનવામાં આવે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.