Crime: બોયફ્રેન્ડે આપી ધમકી-મહિલાએ કર્યો આપઘાત

ફિલ્મી દુનિયા

આ ઘટના પશ્ચિમ બંગાળનાં દુર્ગાપુરના કાંક્ષાનાં બામુનારા રાયપાડા વિસ્તારની છે. આ ઘટનાને લઈને દુર્ગાપુરનાં બામૂનારા વિસ્તારનાં લોકોમાં ખળભળાટ મચી ગયો છે. લોકોમાં મહિલાની આત્મહત્યા કરવાની ઘટનાંની ખુબ ચર્ચા થઈ રહી છે.

જાણવી દઇએ કે ઘટનાની શરૂઆત છ મહિના પહેલાં થઈ હતી. સંગીતા રોયની ફેસબુક પર બામુનારાનાં કુમોરપાડા નિવાસી અર્ધ્ય મુખોપાધ્યાય નામનાં યુવક સાથે મિત્રતા થઈ હતી. એનાં પછી ધીમે- ધીમે બંન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો. આ સાથે, સંગીતનાં પરિવારનું કહેવું છે કે અર્ધ્ય મુખોપાધ્યાય બહુ લાંબા સમયથી સ્નેહા નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો તેમનાં સબંધમાં વિખેદ થયો તો આ યુવક ફેસબુક પર સંગીતાની સાથે રીલેશનશીપમાં આવી ગયો. હમણાં જ, તેણે પોતાને સંગીતાથી દુર કરી લીધો છે, કારણ કે સ્નેહા સાથે ફરીથી તેમનો સંબંધ સુધારવા લાગ્યો હતો.

કથિત રીતે જ્યારે સંગીતાએ આ અંગે હંગામો મચાવ્યો ત્યારે અર્ધ્ય મુખોપાધ્યાયએ તેને ધમકી આપી હતી. તેણે પોતાનાં ઘનિષ્ઠ સંબંધોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના કારણે સંગીતાને ડર લાગવા લાગ્યો કે વોટ્સએપ અને મેસેન્જર પર વાતચીત અને કેટલાક વીડિયો વાયરલ થઈ જશે. સતત મળેલી ધમકીઓથી સંગીતા સ્વાભાવિક રુપથી ભાંગી પડી. પછી શુક્રવારે તેનાં પરિવારજનો કાંકસા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવા જઈ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં મહિલાનો પ્રેમી અર્ધ્ય મળી ગયો. તેણે ફરીથી વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ ધમકીથી સંગીતા ભાંગી પડી અને તે ઘરે પરત ફરી અને ફાંસો ખાઈને આપઘાત કર્યો. આ ઘટનાની જાણ થતાં જ કાંકસા પોલીસ સ્ટેશનની પોલિસ ઘટનાં સ્થળે પહોંચી ત્યારે મૃતદેહ મળી આવ્યો હતો. આરોપી પ્રેમી અર્ધ્યની સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી છે. આ સાથે આરોપી ફરાર છે. પરિવારજનોનું કહેવું છે કે આરોપી સંગીતાને સતત હેરાન કરતો અને ધમકી આપતો હતો. આ ધમકીએ જ સંગીતનો જીવ લઈ લીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.