બનાસકાંઠા લોકસભામાં ભાજપના પરાજયની જવાબદારી સી.આર. પાટીલે સ્વીકારી

ગુજરાત
ગુજરાત

  • બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર C.R પાટીલે સ્વીકારી
  • કહ્યું…હાર માટે હું પોતે જવાબદાર છું

બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર C.R પાટીલે જવાબદારી સ્વીકારી હતી. અને તેમને કહ્યું હતું કે, બનાસકાંઠામાં ભાજપના પરાજય માટે હું ખુદ જ જવાબદાર છું. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી CRપાટીલે તેમની મહેનત બદલ તેમનો આભાર માન્યો હતો. પાર્ટીના શહેર એકમ દ્વારા આયોજિત સુરતમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, તેમણે રાજ્યમાં એક લોકસભા મતવિસ્તારમાં પરાજયની જવાબદારી પણ લીધી. મહત્વનું છે કે 2014 અને 2019માં ગુજરાતમાં તમામ 26 બેઠકો જીત્યા બાદ ભાજપ આ વખતે હેટ્રિક કરી શક્યું નથી. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.