કર્ણાટકમાં ગૌહત્યા કરનારને આકરી સજા થશે, સરકારે ખરડો પસાર કર્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કર્ણાટકમાં ગૌહત્યા રોકતો કાયદો વિધાન પરિષદમાં પાસ થઈ ગયો છે. ખરડો પાસ થયાની ખુશી મનાવતાં મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પાએ ગાયની વિશેષ પૂજા કરી હતી. યેદિયુરપ્પાએ પોતાના આવાસ પર ગૌમાતાના માથા પર કુમકુમ અને હળદરનું તીલક કરી તેને માળા પહેરાવી હતી. આ ખરડો પસાર થયા બાદ રાજ્યમાં બીફ (ગૌમાંસ) ઈન્ડસ્ટ્રીને 500 કરોડથી વધુનો ઝટકો લાગશે.

આ પ્રસંગે રાજ્યના પશુપાલન મંત્રી પ્રભુ ચૌહાણ અને ગૃહમંત્રી બસાવરાજ બોમ્મઈ સહિત તેના મંત્રીમંડળના અન્ય સહયોગી પણ ઉપસ્થિત હતા. કર્ણાટકમાં પશુઓની કતલ અટકાવવા તેમજ સંરક્ષણ આપતો ખરડો વિધાનસભામાં પસાર થયા બાદ વિધાન પરિષદમાં અટકી ગયો હતો. આ ખરડો ભાજપ સરકારના મુખ્ય ખરડાઓ પૈકીનો એક હતો જેના વિશે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં વાયદો કરાયો હતો.

બીફ વ્યવસાયી ઔરંગજેબ કુરેશીએ કહ્યું કે એક સમય હતો જ્યારે અમે દરરોજ 200 કિલો બીફ વેચતાં હતા. આ પ્રતિબંધ બાદ સપ્લાય ખોરવાઈ છે જેથી હવે અમારી પાસે 50 કિલોનો સ્ટોક જ વધ્યો છે. પહેલાં અમે અંદાજે 2000 રૂપિયા સુધીનો નફો કમાઈ લેતા હતા પરંતુ હવે તો સ્ટોરનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બનશે.ઉલ્લેખનીય છે

કે કર્ણાટક દેશના એ રાજ્યોમાં સામેલ થઈ ગયું છે જ્યાં 12 વર્ષથી ઓછી વયની ગાય તેમજ ભેંસોના પરિવહન, તસ્કરી અને હત્યા કરનારા વિરુદ્ધ સખત પગલાં લેવાની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ ઢોરના વધ પર સાત વર્ષ સુધીની કેદ અને 50,000 રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કોંગ્રેસ અને જેડીએસ આ ખરડાના વિરોધમાં હતા. બન્ને પક્ષનું કહેવું છે કે ભાજપની મંશા લઘુમતિઓને નિશાન બનાવવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.