પુણેની હોસ્પિટલમાં 6 લોકોને આપવામાં આવશે કોવિશિલ્ડનો ડોઝ, આ વર્ષના અંત સુધીમાં મળી શકે છે વેક્સિન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં, કોરોના રસીના બીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ બુધવારથી શરૂ થઈ રહ્યું છે. પુણેની ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં 6 લોકોને કોરોના રસી કોવશેલ્ડ આપવામાં આવશે. આગામી સમયમાં કુલ 300થી 350 લોકોને આ રસી આપવામાં આવશે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપની મળીને આ રસી વિકસાવી રહ્યા છે. ભારતમાં, આ રસી કોવિશિલ્ડ (AZD1222) નામથી શરૂ કરવામાં આવશે.

ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજના ડિરેક્ટર ડો. સંજય લાલવાણીએ કહ્યું કે, અમે પરીક્ષણ માટે 6 વ્યક્તિઓની પસંદગી કરી છે. આ લોકોની સ્ક્રીનીંગ પ્રક્રિયા ચાલી રહી છે. RT-PCR અને એન્ટિબોડી પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જો બધું બરાબર રહ્યું તો તેમને બુધવારે રસીનો ડોઝ આપવામાં આવશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ત્રયાલની સફળતા બાદ ભારતમાં 1 અબજ ડોઝનું ઉત્પાદન કરવા બ્રિટિશ-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે પણ જોડાણ કર્યું છે.

મેડિકલ જર્નલનો દાવો- રસી અત્યાર સુધી સલામત છે
મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ રસી અત્યારસુધીના પરીક્ષણોમાં સંપૂર્ણ સલામત અને અસરકારક છે. આ માહિતી બહાર આવ્યા બાદ સીરમ અને ઓક્સફર્ડની આ રસી ફ્રન્ટ રનર વેક્સિન લિસ્ટમાં આગળ આવી ગઈ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ એમ પણ કહ્યું છે કે AZD1222 નામની વેક્સિન લગાવવાથી સારો ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સિનના ટ્રાયલ સાથે સંકળાયેલી ટીમને અને ઓક્સફર્ડ મોનિટરિંગ ગ્રૂપને આ રસીમાં સલામતી અંગે કોઈ ચિંતા જોવા મળી ન હતી.

ત્રીજા તબક્કાને પણ મંજૂરી મળી
3 ઓગસ્ટે, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા દેશમાં બીજા અને ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ્સ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટને મંજૂરી આપવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ભારત મુજબ, હ્યુમન ટ્રાયલના પાર્ટિસિપન્ટને આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે.

73 દિવસના દાવાને ઇન્સ્ટિટ્યૂટે ખોટો ગણાવ્યો
અમુક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે કોવિશિલ્ડ વેક્સિન 73 દિવસની અંદર બજારમાં મળતી થઇ જશે અને ભારતીયોને તે ફ્રીમાં આપવામાં આવશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોવિશિલ્ડને ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ જ લોન્ચ કરવામાં આવશે.

નિષ્ણાંતે જણાવ્યું કે રસીએ કેવા તબક્કામાંથી પસાર થવું પડે છે
ઉત્પાદન પહેલાં રસીએ ઘણા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. દેશના ભૂતપૂર્વ ડ્રગ કંટ્રોલર જનરલ જી.એન.સિંહે ભાસ્કરને જણાવ્યું હતું કે રસી આપણા સુધી કેવી રીતે પહોંચે છે, રસી બનાવતા પહેલા તેની શું કાર્યવાહી કરવામાં આવે છે.

  1. વાયરસની તપાસ: પ્રથમ સંશોધનકારો એ શોધે છે કે વાયરસ કોષોને કેવી અસર કરે છે. પ્રોટીનના સ્ટ્રકચરમાંથી ઈમ્યુન સિસ્ટમને વધારવા માટે સમાન વાયરસનો ઉપયોગ કરી શકાય છે કે નહીં. તે પછી એન્ટિજેનને ઓળખે છે, જે એન્ટિબોડીઝ બનાવીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે.
  2. પ્રી-ક્લિનિકલ ડેવલપમેન્ટ: માણસો પર પરીક્ષણ કરતા પહેલા, રસી અથવા દવા કેટલી સલામત અને અસરકારક છે તેની ખાતરી કરવી જરૂરી છે. તેથી જ પ્રથમ પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવે છે. આ સફળતા પછી, આગળ કામ શરૂ થાય છે, જેને ફેઝ-1 સેફ્ટી ટ્રાયલ્સ કહેવામાં આવે છે.

3. ક્લિનિકલ ટ્રાયલ: આમાં માણસો પર પ્રથમ વખત પરીક્ષણ શામેલ છે, તેના પણ 3 તબક્કા છે.

  • પ્રથમ તબક્કો: 18-55 વર્ષના 20-100 તંદુરસ્ત લોકો પર પરીક્ષણ. તે જોવામાં આવે છે કે યોગ્ય ઇમ્યુનિટી વધી રહી છે કે નહિ.
  • બીજો તબક્કો: 100થી વધુ માણસો પર ટ્રાયલ. બાળકો-વૃદ્ધોને સમાવાય છે અને જોવાય છે કે તેમના પર અસર જુદી છે કે નહીં.
  • ત્રીજો તબક્કો: હજારો લોકોને ડોઝ અપાય છે. આ ટ્રાયલથી જાણવા મળે છે કે રસી વાયરસ સામે રક્ષણ આપી રહી છે કે કેમ. જો બધું બરાબર થાય, તો રસી સફળ જાહેર કરવામાં આવે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.