CM કેજરીવાલને કોર્ટનો આંચકો, CBIએ કરી ધરપકડ

ગુજરાત
ગુજરાત

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની આજે કોર્ટમાં સુનાવણી હતી. એક્સાઈઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગઈ કાલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલની તિહાર જેલમાં પૂછપરછ કરી હતી. સીબીઆઈએ આજે ​​કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં CBIએ કેજરીવાલની ધરપકડની માંગ કરી હતી. આ સાથે જ કોર્ટે સીબીઆઈની માંગને પણ લીલી ઝંડી આપી દીધી છે.

સીબીઆઈના વકીલે કોર્ટમાં દલીલો રજૂ કરતા કહ્યું કે કેજરીવાલના વકીલના આરોપો ખોટા છે. આમ આદમી પાર્ટીએ પોતે નીતિના દસ્તાવેજો તૈયાર કર્યા અને એ જ નીતિનો અમલ કર્યો. દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે પણ તપાસ એજન્સી પર આરોપો મૂકવામાં આવે છે, ત્યારે અમારે આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડની માંગ કરી હતી અને કહ્યું હતું કે અમે કેજરીવાલની ધરપકડ કરી નથી કારણ કે તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.