દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ લાખ ૨૧ હજાર ૬૪૨ થઈ ગઈ, શનિવારે એક દિવસમાં સૌથી વધારે ૧૨ હજાર ૩૧ નવા કેસ આવ્યા હતા
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ લાખ ૨૧ હજાર ૬૪૨ થઈ ગઈ છે. શનિવારે એક દિવસમાં સૌથી વધારે ૧૨ હજાર ૩૧ નવા કેસ આવ્યા હતા. આ આંકડા covid19india.org પ્રમાણે છે. લદ્દાખમાંથી કોરોનાને લગતી માહિતી આવી છે. અહીં સંક્રમણ સતત વધી રહ્યું છે. શનિવારે લદ્દાખમાં ૧૯૮ કેસ આવ્યા હતા. તે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે અને કુલ સંક્રમિતોનો ૪૫ ટકા છે. અત્યાર સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૪૩૭ કેસ સામે આવ્યા છે.
બીજી બાજુ દિલ્હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા સરકારે ૧૦થી ૪૯ બેડની ક્ષમતાવાળી તમામ મલ્ટીસ્પેશ્યાલિટી નર્સિંગ હોમને કોવિડ-૧૯ નર્સિંગ હોસ્પિટલ જાહેર કરી છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ નર્સિંગ હોમે ૩ દિવસની અંદર કોરોનાના દર્દીને દાખલ કરવા પોતાને તબીબી સુવિધાથી સજ્જ કરવાની રહેશે. આદેશનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ન્ય્ અનિલ બૈજલ સાથે આજે સવારે ૧૧ વાગે બેઠક યોજી હતી. આ બેઠક આશરે દોઢ કલાક ચાલી હતી. કેન્દ્ર સરકારે ટ્રેનના ૫૦૦ કોચ દિલ્હીને ઉપલબ્ધ કરાવશે. તેમા આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન પણ ભાગ લીધો હતો.દિલ્હીમાં શનિવારે ૨,૧૩૪ દર્દી વધ્યા હતા. અત્યાર સુધીમાં રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા ૩૮ હજાર ૯૫૮ થઈ છે.