દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.46 લાખ કેસ, એક દિવસમાં સૌથી વધુ 10 હજાર 293 કેસ વધ્યા અને 297 લોકોના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 46 હજાર 394 થઇ ગઇ છે. શનિવારે એક દિવસમાં સૌથી વધુ 10 હજાર 293 કેસ વધ્યા અને 5368 દર્દી સ્વસ્થ થયા હતા. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 297 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના લીધે મોતનો આંકડો 6946 થયો છે. અત્યારે 1.20 લાખ એક્ટિસ કેસ છે. આ આંકડા Covid19india.org અને રાજ્ય સરકારો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે છે.

શનિવારે મહારાષ્ટ્રમાં 2739 નવા કેસ નોંધાયા હતા. મુંબઇમાં જ સંક્રમિતોની સંખ્યા 47 હજારથી વધુ થઇ ગઇ છે. રાજ્યમાં 2969 લોકોના કોરોનાથી મોત થયા છે. મહામારી સામે લડવા માટે ઉદ્ધવ સરકારે રેમડેસિવીર દવાની 10 હજાર બોટલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું- WHOની સલાહ છે કે આ દવાના ઉપયોગથી કોરોનાનો ઇલાજ કરવામાં સારા પરિણામ મળશે.

છેલ્લા એક અઠવાડિયામાં મરનારાઓની સંખ્યા વધી છે. આ સાત દિવસોમાં 1838 લોકોના મોત થયા છે. શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 286 મોત થયા હતા. આ પહેલા ગુરૂવારે 274 લોકોના મોત થયા હતા. શુક્રવારે સૌથી વધારે મોત 139 લોકોના મોત થયા હતા. અત્યારસુધી રાજ્યમાં એક દિવસમાં થયેલી મોતનો આ સૌથી મોટો આંકડો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, લોકડાઉન ખોલ્યા પછી કેન્દ્ર સરકારે કોરોના સામેની લડાઈ માટેની તૈયારી વધારી દીધી છે. છેલ્લા 6 દિવસોમાં કોરોનાની તપાસ માટે નવી 66 લેબ ખોલવામાં આવી છે. જેમાં 48 સરકારી અને 18 પ્રાઈવેટ લેબ છે. હવે તેમાં દરરોજ 10 હજારથી વધારે સેમ્પલની તપાસ થઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 37 હજાર 938 સેમ્પલની તપાસ કરાઈ છે. અત્યાર સુધી દેશમાં 45 લાખ 24 હજાર 317 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે.
જોકે સારા સમાચાર તો એ છે કે દેશમાં રિકવરી રેટ સારો છે જેના કારણે એક્ટિવ કેસ(જે દર્દીઓની સારવાર ચાલી રહી છે)ના વધવાની સરેરાશ ટકાવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે દર દિવસે સરેરાશ 4.6%ના દરે કેસ વધી રહ્યા હતા. એ પહેલાના સપ્તાહમાં આ ગતિ 4.9% હતી, એટલે આમા 0.3%નો ઘટાડો જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.