દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૮ હજાર ૪૫૬ થઈ,૪ કલાકમાં ૮,૯૦૯ પોઝિટિવ કેસ, ૨૧૭ દર્દીઓના મોત
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૮ હજાર ૪૫૬ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૮,૯૦૯ પોઝિટિવ કેસ મળ્યા છે. જ્યારે ૨૧૭ દર્દીઓના મોત થયા છે. દિલ્હીના ૫૮ વિસ્તાર કોરોનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયા છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ અહીં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને ૧૫૮ થઈ ગઈ છે. સરકારે અહીં હોસ્પિટલોની મુલાકાત લેવા માટે પાંચ ડોક્ટરોની ટીમ બનાવી છે. તે હોસ્પિટલોમાં ઉપલબ્ધ દવાઓ, સુવિધાઓની મુલાકાત લેશે અને દિલ્હી બહારના દર્દીઓને આપવામાં આવી રહેલી મેડિકલ સહાયતા પર રિપોર્ટ તૈયાર કરશે.
મંગળવારે મહારાષ્ટ્રમાં ૨૨૮૭, તમિલનાડુમાં ૧૦૯૧, ગુજરાતમાં ૪૧૫, પશ્ચિમ બંગાળમાં ૩૯૬, કર્ણાટકમાં ૩૮૮, રાજસ્થાનમાં ૧૭૧, બિહારમાં ૧૦૪, ઓડિશામાં ૧૪૧, આંધ્ર પ્રદેશમાં ૧૧૫, ઉત્તરાખંડમાં ૪૦, આસામમાં ૨૮ અને મિઝોરમમાં ૧૨ દર્દી મળ્યા હતા. આ ઉપરાંત ૬૪૧ એવા દર્દી હતા. જેમના રાજ્ય અંગે માહિતી મળી નથી. આ આંકડા ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ પ્રમાણે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૯૮ હજાર ૭૦૬ પહોંચી હતા. તેમાંથી ૯૭ હજાર ૫૮૧ એક્ટિવ કેસ હતા. બીજી બાજુ ૯૫ હજાર ૫૨૬ દર્દીને સારુ થયું છે. ૫૫૯૮ લોકોના મોત થયા હતા.
અપડેટ્સ
- સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૮,૯૦૯ નવા પોઝિટિવ મળ્યા હતા. સાથે જ ૨૧૭ દર્દીઓના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા ૨ હજારને પાર થઈ ગઈ છે. - દિલ્હીના ૫૮ એવા વિસ્તાર છે જે હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે.
- મહારાષ્ટ્ર પોલીસે બુધવારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં ૨,૫૫૬ પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે.
- મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં કહ્યું કે, લોકડાઉનમાં લોકો આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે. હું કેન્દ્રને અપીલ કરું છું કે પ્રવાસી મજૂરોના ખાતામાં એક વખત ૧૦ હજાર રૂપિયા નાંખો. પીએમ કેર ફંડના પૈસાનો ઉપયોગ કરો.
- વંદે ભારત મિશન હેઠળ દુબઈથી મંગળવારે રાતે ગોવા પાછી આવેલી સ્પેશ્યલ ફ્લાઈટના પેસેન્જરે એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. જેમાંથી ઘણાએ ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો હતો.
- વૈષ્ણવદેવી શ્રાઈન બોર્ડે ત્રિકુટા પહાડી સુધી શ્રદ્ધાળુઓની યાત્રિ શરૂ થયા પછી લાગુ કરતા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલની મોક ડ્રીલ કરી હતી. ૧૮ માર્ચે કોરોનાને ધ્યાનમાં રાખતા વૈષ્ણવદેવીની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ગૃહ મંત્રાલય તરફથી નવા દિશા નિર્દેશ જાહેર થયા બાદ યાત્રા ફરી શરૂ થશે.