543 લોકસભા બેઠકો પર પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે 8360 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

ગુજરાત
ગુજરાત

લોકસભા ચૂંટણી 2024 (લોકસભા ચૂંટણી પરિણામો) તેના અંત સુધી પહોંચવા જઈ રહી છે. મંગળવારે મતગણતરી પૂર્વે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 80 દિવસની પ્રક્રિયા બાદ 51 પક્ષોના 8360 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. 7 તબક્કામાં 543 બેઠકો પર મતદાન થયા બાદ મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ સાથે જ સ્પષ્ટ થઈ જશે કે દેશની ગાદી પર કોનો કબજો છે. એક તરફ એનડીએ છે અને બીજી તરફ ઈન્ડિયા એલાયન્સ છે, જો કે એક્ઝિટ પોલમાં ફરી એકવાર મોદી સરકાર કમબેક થવાની વાત કહી છે. ચૂંટણી પંચ 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.

એક્ઝિટ પોલ પ્રમાણે ફરી એકવાર મોદી સરકાર આવી રહી છે, પરંતુ NDA 400નો આંકડો પાર કરે તેવું લાગતું નથી. લોકસભામાં કુલ 543 સીટો છે. બહુમત માટે 272 બેઠકો જરૂરી છે. એનડીટીવી પોલ ઓફ પોલના મૂલ્યાંકન મુજબ, એનડીએને 365 બેઠકો મળવાની સંભાવના છે, INDIA ગઠબંધનને 146 બેઠકો અને અન્યને 32 બેઠકો મળવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.