કોરોનાનો કહેરઃ શ્રીલંકા આવ્યું ભારત પાસે મદદ માંગવા
કોરોના સંકટના કારણે સમગ્ર દુનિયાભરની આર્થિક સ્થિતિ પર ખુબજ ખરાબ અસર જોવા મળી રહી છે. આની અસર ભારતના પડોશી દેશ શ્રીલંકા પર પણ પડી છે. શ્રીલંકા સરકારે હાલત પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસ હાથ ધર્યા છે. હવે વિદેશી મુદ્રા ભંડારને મજબુત કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આજ કારણ છે કે શ્રીલંકા સરકાર ભારતીય રિઝર્વ બેન્ક સાથે ૪૦ કરોડ ડોલર મુદ્રાની અદલા બદલીનો કરાર કરવા જઈ રહી છે.
શ્રીલંકાના સૂચના તેમજ સંચાર મંત્રી બંડુલા ગુણાવર્ધને કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળ અને પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે દ્વારા રાખવામાં આવેલ રિઝર્વ બેન્ક સાથે નાકીય સુવિધાઓના કરાર સંબંધી પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આનાથી દેશની આંતરરાષ્ટ્રીય રોકડની જરૂરિયાત પુરી કરવામાં મદદ મળશે.
ગુણાવર્ધને કહ્યુ કે શ્રીલંકા, રિઝર્વ બેન્ક સાથે ૪૦ કરોડ ડૉલરની મુદ્રા અદલા-બદલી કરવાનો કોન્ટ્રાક્ટ કરશે. તેમણે જણાવ્યું કે તેમના આ પગલાથી દેશની વિદેશી મુદ્રા ભંડાર મજબુત થશે. વેપાસ સંબંધીત ચુકવણી કરતી વખતે બંને દેશની મુદ્રાઓની અદલા-બદલી કરાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્કે ભારતના વિદેશી મુદ્રા ભંડારના આંકડાઓ જાહેર કર્યા છે. જે અનુસાર ૧૭ એપ્રિલે વિદેશી મુદ્રા ભંડાર ૩.૦૯ અરબ ડૉલરથી વધીને ૪૭૯.૫૭ અરબ ડૉલરે પહોંચી ગયો છે. આનાથી ગયા અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડાર ૧.૮૧ અરબ ડૉલર વધીને ૪૭૬.૪૭ અરબ ડૉલર થયો હતો.
વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન દેશની વિદેશી મુદ્રા ભંડારમાં ૬૨ અરબ ડૉલરનો વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેન્કના હાલના આંકડાઓ અનુસાર વિદેશી મુદ્રા સંપત્તિઓમાં સ્વર્ણ ભંડાર ૧.૫૪ અરબ ડૉલરથી વધીને ૩૨.૬૮ અરબ ડૉલરે પહોંચી ગયુ છે.