દેશમાં કોરોના બેકાબૂ : નવા ૯૬૩૩ પોઝિટિવ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : અનલોક-૧ અનલકી સાબિત થઇ રહ્યો હોય તેમ ૧ જૂનથી લોકડાઉનમાં અપાયેલી સવિશેષ છૂટછાટોને કારણે અથવા તો ભારત કોરોનાના ખતરનાક ત્રીજા તબક્કા કોમ્યુનિટી ટ્રાનમિશનમાંથી પસાર થઇ  હોય તેમ આજે સવારે ગુરૂવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં આજદિનસુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯૬૩૩ કેસો કોરોના પોઝીટીવના બહાર આવ્યાં છે તો આ જ ૨૪ કલાકમાં વધુ ૨૬૦ લોકોના મોત થયા છે. હજુ તો ૮ જૂનથી શોપિંગ મોલ-જીમ અને તમામ ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણયથી કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના જાવામાં આવી રહી છે. છેલ્લાં ૬ દિવસથી સતત ૮ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં હતા. પરંતુ ગઇકાલ સુધીમાં સૌથી વધારે કેસો બહાર આવ્યાં છે ત્યારે લોકડાઉન કારગત નિવડ્યો કે કેમ તેની પણ ચર્ચા થઇ રહી છે. આટલી મોટી સંખ્યામાં કેસો રોજેરોજ બહાર આવવા તે એ બાબતનો ભયજનક સિગ્નલ હોઇ શકે કે શું ભારતમાં ખરેખર સમુદાય સંક્રમણનો દોર શરૂ થયો છે કેમ. આ એક એવો દોર છે કે તેમાં જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રીના હોય તો પણ તેને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય છે નિષ્ણાતો દ્વારા તેને . કોમ્યુનિટી સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે.
સરકારે અને નિષ્ણાતાઓએ લોકડાઉન-૧ વખતે લોકોને ચેતવણી આપી હતી કે ભારત સંક્રમણના બીજા તબક્કામાં છે અને જા ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે તો હાહાકાર મચી જાય એટલા કેસો બહાર આવશે. તે જાતાં રોજના ૮ હજાર અને હવે ૯ હજાર કરતાં વધારે કેસો ખતરનાક માનવામાં આવી રહ્યાં છે. સૂત્રોએ  કે કોરોના વાઇરસની ચેઇન એટલે કે સાંકળ તોડવા માટે અને લોકોને કોરોનાથી બચાવવા માટે ભારતમાં ૬૦ દિવસ સુધી તબક્કાવાર ૪ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં કેસો વધવાને બદલે જાણે કે ધીમે ધીમે વધી રહ્યાં હોય તેમ હવે આંકડો ૯ હજારની ઉપર સુધી પહોંચી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.