દેશમાં કોરોના બેકાબુ : ૨૪ કલાકમાં ૧૧ હજાર કેસો..!
ન્યુ દિલ્હી : હોલિવુડની ફિલ્મ “અનસ્ટોપેબલ”ની જેમ જાણે કે કોરોના વાઇરસના કેસો અટકતા ન હોય તેમ આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન સૌથી વધારે રેકોર્ડબ્રેક ૧૧,૪૫૮ કેસો બહાર આવતાં લોકોમાં ફફડાટ વ્પયાપી જાય તે સ્વાભાવિક છે. એટલું જ નહીં છેલ્લાં કેટલાક દિવસથછી કેસોનની સંખ્યા ૧૦ હજારની આસપાસ અને હવે તો ૧૧ હજાપની આસપાસ બહાર આવી રહ્યાં છે. જે કેસો બહાર આવી રહ્યાં છે તેમાં સૌથી વધારે મહારાષ્ટÙના છે. છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૩૮૬ લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ૮,૮૮૮૪ પર પહોંચ્યો છે. તો કુલ કેસો પણ ખૂબ જ ટૂંકા ગાળામાં ૩ લાખને પાર થઇ ગયા છે., પંજાબ સરકા૩રે તો શનિ-રવિ અને રજાના દિવસે ફરજિયાત લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જા આ જ રીતે રોજના ૧૦ હજીર કરતાં વધુ કેસો વધતાં રહેશે તો ૨૫ જૂન સુધીમાં કેસોનો આંકડો ૪ લાખને પાર થઇ જાય તો નવાઇ નહીં. . હાલમાં કુલ કેસોની સંખ્યા હવે ૩,૦૮,૯૯૩ થઇ છે. ભારત વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસો ધરાવતા દેશોની યાદીમાં યુકેથી આગળ આવીને ચોથા ક્રમે પહોંચી ગયું છે.
સૂત્રોએ કÌšં કે, દેશમાં કોરોનાએ એક જ દિવસમાં પોતાનો વિકરાળ ચહેરો બતાવ્યો હોય તેમ વિતેલા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના રેકોર્ડ ૧૧,૪૫૮ પોઝિટિવ કેસો નોંધાયા છે અને તેને પગલે પોઝિટિવ કેસોની સંખ્યા ત્રણ લાખને પાર થઇ ગઈ છે. એક દિવસમાં વધુ ૩૮૬ લોકોના મોત થયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું
ભારત વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસો ધરાવતા દેશોની યાદીમાં યુકેથી આગળ આવીને ચોથા ક્રમે પહોંચ્યું છે. દેશમાં શુક્રવાર સવારથી અત્યાર સુધીમાં રેકોર્ડ ૧૧,૪૫૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં અનલોક-૧ના અમલની સાથે કોરોનાએ પણ છૂટછાટ લીધી હોય તેમ કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં સૌપ્રથમ વખત સત્તાવાર રીતે પોઝિટિવ કેસોનો આંક ૧૦ હજારને પાર થયો હતો. અત્યાર સુધીમાં કોરોનાની જંગમાં જીતીને ૧,૫૪,૩૨૯ લોકો સાજા થયા છે જેને પગલે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ૧,૪૫,૭૭૯ છે.