દેશમાં ૫.૦૯ લાખ કેસઃ કોરોનાની લડાઈમાં કેન્દ્રએ અમને હાથ પકડીને ચાલતા શીખવ્યું, અમે રોજ ૨૦ હજાર ટેસ્ટ કરી રહ્યા છીએ.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫ લાખ ૯ હજાર ૭૩૭ થઈ ગઈ છે. આ આંકડા covid19india.org .ર્ખ્તિ વેબસાઈટ પ્રમાણે છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં હાલ ૧૩૫૦૦ બેડ છે, જેમાંથી ૬૫૦૦ હસ્તગત કરાયા છે. દિલ્હી સરકાર દરરોજ ૨૦ હજાર ટેસ્ટ કરાવી રહી છે. કોરોના વિરુદ્ધ લડાઈમાં કેન્દ્રએ અમારો હાથ પકડીને અમને ચાલતા શીખવ્યું છે.દિલ્હીમાં કેસ વધ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી અને બેઠકો કરવાનો નિર્ણય કર્યો હતો. સંક્રમણના કેસમાં દિલ્હી દેશમાં બીજા નંબરે છે.
તેમણે જણાવ્યું કે, અમારી લડાઈ માર્ચ મહિનામાં શરૂ થઈ હતી. માર્ચ મહિનામાં સૌથી વધારે સંક્રમિત દેશોમાંથી લગભગ ૩૫ હજાર ભારતીય દિલ્હી પાછા આવ્યા હતા. આ લોકો જે ઘરે ગયા એ વખતે એટલી જાગૃતતા નહોતી. ટેસ્ટીંગ કીટ પણ નહોતી જેથી વાઈરસ ફેલાતો ગયો, એ વખતે ટેસ્ટીંગ લેબ પણ ન હતી. પછી લોકડાઉન લાગું થયું. એટલે કોરોના થોડો ઓછો ફેલાયો.