કોરોના:સંક્રમિત જવાનોની સંખ્યા 50 હજારને પાર, CRPFના સૌથી વધારે 14 હજાર જવાન સંક્રમિત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતમાં કોવિડ-19ની લડાઈમાં ફ્રન્ટલાઈન પર કામ કરી રહેલા અર્ધસૈનિક દળો (CAPF)માં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે. તે ગોવા, હિમાચલ પ્રદેશ અને પુડુચેરી જેવા રાજ્યોમાં મળેલા સંક્રમણના કેસ કરતા પણ વધારે છે. 10 ડિસેમ્બર સુધી સેન્ટ્રલ રિઝર્વ પોલિસ (CRPF) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) સહિત અન્ય કેન્દ્રીય ફોર્સિસના 50 હજાર 10 જવાન સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 185 જવાનોના મૃત્યુ થયા છે. અત્યારે દેશના કેન્દ્રીય દળોમાં 10 લાખથી વધારે જવાન સેવા આપી રહ્યા છે. આ પૈકી CISF જવાનની સંખ્યા સૌથી વધારે છે.

સત્તાવાર આંકડા પ્રમાણે સૌથી વધારે CRPF ના જવાન સંક્રમણની ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધી તેમના 14 હજાર 461 જવાન સંક્રમિત જોવા મળ્યા છે. 75 જવાનના મૃત્યુ થયા છે. બોર્ડ સિક્યોરિટી ફોર્સ (BSF) સંક્રમણની બાબતમાં બીજા ક્રમ પર છે. તેના 14 હજાર 101 જવાન સંક્રમિત છે અને 44 મૃત્યુ થયા છે. BSF દેશની બીજા ક્રમની સૌથી વિશાળ મિલિટ્રી ફોર્સ છે.

CISFના 10 હજાર 430 જવાન સંક્રમિત જોવા મળ્યા છે. આ પૈકી 558 જવાનની સારવાર ચાલી રહી છે. 40 સંક્રમિત જવાનોના મૃત્યુ થયા છે. CISF મોટાભાગ એરપોર્ટ, રેલવે સ્ટેશન, મેટ્રો અને સરકારી ઈમારતોની સુરક્ષા માટે ફરજ બજાવે છે. સશસ્ત્ર સીમા દળ (SSB)માં 5458 અને ઈન્ડો તિબ્બત પોલીસ (ITBP) દળમાં 4953 સંક્રમિત મળ્યા છે.દેશમાં VIP લોકોની સુરક્ષા માટે નેશનલ સિક્યોરિટી ગ્રુપ (NSG) કમાન્ડોમાં સંક્રમણનું પ્રમાણ સૌથી ઓછું છે. અત્યાર સુધીમાં તેના ફક્ત 329 કમાન્ડોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને એક કમાન્ડોનું મૃત્યુ થયુ છે.

કોરોનાની વેક્સિન તૈયાર કરવા ઝડપભેર કામ ચાલી રહ્યું છે. ભારતમાં 8 વેક્સિન તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે વેક્સિન તૈયાર થતા કેન્દ્રીય ફોર્સને આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તાજેતરમાં જ આ માટે દેશની તમામ સેન્ટ્રલ ફોર્સિસના વડા સાથે બેઠક યોજી હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.