કોરોનાનું સંક્રમણ બેકાબુ : ૨૪ કલાકમાં ૧૦ હજાર કેસ,૩૮૦ના મોત
ન્યુ દિલ્હી : દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનો કાળો કેર યથાવત છે. કોરોના એક્સપ્રેસ અનસ્ટોપેબલની જેમ આગળ વધી રહી હોય તેમ સતત બે દિવસ ૧૨ હજાર જેટલા કેસો નોંધાયા બાદ હવે તેમાં સહેજ ઘટાડો થયો હોય તેમ ૧૦ હજાર કરતાં સહેજ વધુ કેસો બહાર આવ્યાં હતા. જેમાં સૌથી વધુ મહારાષ્ટÙમાંથી બહાર આવ્યાં હતાં. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, આજે મંગળવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૬૬૭ કેસ નોંધાયા હતા અને આ જ સમયગાળામાં ૩૮૦ લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ ૩ લાખ ૪૩ હજાર ૯૧ કેસ થયા છે. જેમાંથી ૧ લાખ ૫૩ હજાર ૧૭૮ સારવાર હેઠળના સક્રિય કેસ છે. તો બીજી તરફ ૧ લાખ ૮૦ હજાર ૧૩ દર્દીઓ રિકવર થઇને સાજા થયાં છે. ૩૮૦ના મોત સાથે અત્યાર સુધી ૯૯૦૦ લોકોના મોત થઈ ચુક્્યા છે.