કોરોના : સરકારે ૧ જાન્યુઆરી ૨૦૨૦ પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થાને જુલાઈ ૨૦૨૧ સુધી અટકાવ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રખેવાળ, ન્યૂ દિલ્હી

દેશમાં કોરોના મહામારીની અર્થવ્યવસ્થા ઉપર મોટી અસર પડી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારીને મળનાર મોંઘવારી ભથ્થાને જુલાઈ ૨૦૨૧ સુધી અટકાવી દીધું છે.

નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ કોરોના વાઈરસના સંકટના કારણે ૧ જાન્યુઆરી ૨૦૨૦ પછીના કેન્દ્રીય કર્મચારી કે પેન્શનધારકોને મળનાર મોંઘવારી ભથ્થું આપવામાં આવશે નહીં. ૧ જુલાઈથી જે વધારાનું ભથ્થું મળવાનું હતું તે પણ આપવામાં નહીં આવે.

આ લોકોને આગળ મોંધવારી ભથ્થું ક્યારે અપાશે તેનો નિર્ણય ૧ જુલાઈ ૨૦૨૧ના રોજ કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.