ભારતમાં જંગી-ગીચ વસ્તી છતાં કોરોના કેમ હાંફી ગયો?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકા જેવો સમૃદ્ધ દેશ કોરોના સામે ઢળી પડયો હતો : ભારતમાં કોરોના કમજોર પડવા માટે ભારતીયોનો મજબૂત ઈમ્યુનીટી પાવર, લોકડાઉન દરમિયાન જડબેસલાક સામાજીક દૂરી ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં થયેલા ઓછા ટેસ્ટ, એન્ટીજન ટેસ્ટમાં ખોટા નેગેટીવ રિપોર્ટને પણ કોરોનાના ઘટાડા પાછળ જવાબદાર ગણતા નિષ્ણાંતો

ભારે વસ્તીવધારો છતાં ભારતમાં કોરોના કમજોર પડયો છે જયારે ભારતની તુલનામાં ઓછી વસ્તીવાળો અમેરિકા જેવો દેશ કોરોના પર કાબૂ મેળવવામાં નિષ્ફળ નિવડયો છે. નિષ્ણાંતોને એ વાતનું આશ્ર્ચર્ય છે કે મોટી વસ્તી હોવા છતાં ભારતમાં કોરોનાનો કહેર કેમ વધુ ન વકર્યો? એટલું જ નહીં નવું વર્ષ આવતા તો કોરોના ધ્વસ્ત થઈ ગયો હતો. આ સાથે જોડાયેલું રહસ્ય વિશેષજ્ઞોને આશ્ર્ચર્યચકીત કરી નાંખે છે. વૈજ્ઞાનિકોએ જાણવાની કોશીશ કરે છે કે આખરે ભારતમાં કોરોનાના કેસ કેમ ઘટયા? જયારે એક સમયે તો એવું લાગતું હતું કે ભારત આ મામલે અમેરિકાને પણ પાછળ રાખી દેશે. સદભાગ્યે એવું નહોતું બન્યું. સપ્ટેમ્બર 2020માં ભારતમાં દરરોજ લગભગ 1 લાખ નવા કોરોના કેસ નોંધાતા હતા. પરંતુ ઓકટોબર આવતા તેમાં ઘટાડો થતો ગયો અને લગભગ રોજ 10 હજારે આંકડો પહોંચી ગયો હતો. આ મામલે ભારત સરકારનું માનવું છે કે સામાજીક અંતરનું પાલન કરવાના કારણે કોરોનાની અસર ઓછી થઈ હતી. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતના મોટા શહેરના લોકોએ હર્ડ ઈમ્યુનીટી હાંસલ કરેલી, જેનો અર્થ છે કે વાઈરસે ગ્રામીણ ક્ષેત્રમાં ફેલાવવું શરુ કરેલુ પણ તેની અસર ખૂબ જ ઓછી રહેલી.

તાજેતરમાં થયેલા સર્વેમાં જ જાણવા મળેલું કે દિલ્હીના 56 ટકા લોકોમાં કોરોના એન્ટીબોડી મળ્યા હતા કે જે હર્ડ ઈમ્યુનીટી માટે જરૂરી 70 ટકાથી ઘણા ઓછા છે. ભારતના બીજા સૌથી મોટા શહેર મુંબઈ અને પુણેમાં કરાયેલા એન્ટીબોડી સર્વેમાં એ બહાર આવેલું કે અહીં 50 ટકા લોકોમાં એન્ટીબોડી બની ગઈ હતી. સૌથી વધુ ગીચ વસ્તી વાળા વિસ્તારો લોકોમાં હર્ડ ઈમ્યુનીટી વિકસીત થઈ હતી, જેણે વાઈરસને વધુ કહેર મચાવતો અટકાવ્યો હતો. સાથે સાથે એ પણ સત્ય છે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ નહીં હોવાના કારણે કેસ ઓળખાયા જ નહોતા. આંકડાઓ બતાવે છે કે રોજ દર 1000 લોકોમાં માત્ર 0.5 લોકોનો જ સ્વાબ ટેસ્ટ થયો હતો. આ કોઈ દેશનો ટેસ્ટનો સૌથી નાનો આંકડો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવેલા આંકડાથી ખબર પડી કે શહેરોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોની સંખ્યા ખૂબ જ ઓછી આ કારણે પણ કોરોનાના અનેક કેસની ઓળખ નહોતી થઈ શકી. તો ભારતમાં યુવાનોની મોટી વસ્તી હોવાને કારણે પણ કોરોના વધુ નહોતો ફેલાઈ શકયો. આ ઉપરાંત વધુમાં વધુ રાજયોએ એન્ટીજન ટેસ્ટ કરેલા, જેમાં અનેક કેસમાં ખોટા (નેગેટીવ) રિપોર્ટ આવ્યા હતા. સાથે એ પણ ભારતમાં અનેક બીમારીઓ હોય છે જેના કારણે ભારતીયોની ઈમ્યુન સીસ્ટમ મજબૂત હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.