કોરોના : મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું- પૂજા-નમાઝ ઘરેથી કરી શકાય છે, આજે જીવ બચાવવા જરૂરી છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લોકડાઉનની મુદત લંબાવવાની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે લોકો મંદિર-મસ્જીદમાં જવાને બદલે ઘરોમાં જ પૂજા અને નમાજ કરી શકે છે. કોરોના સંક્રમણને લઈ અમે તમામ ધર્મગુરુઓને કહ્યું હતું કે મહામારીથી બચવાનું છે અને લોકોને બચાવવાના પણ છે. ઉત્તર પ્રદેશની સરહદો પર વધુ કડક વ્યવસ્થાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ જગ્યાએથી અનુમતિ વગર પ્રવેશ ન થાય તેની કાળજી રાખવામાં આવે. સીએમ આદિત્યનાથે એમ પણ જણાવ્યું હતું કે તબલીઘ જમાતના લોકોએ સંક્રમણના કેસ છૂપાવ્યા તેને લીધે સંક્રમણ વધારે ઝડપથી ફેલાયુ. આ ઉપરાંત આદિત્યનાથે જણાવ્યું હતું કે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીઘ જમાતનું કામ આશ્ચર્યજનક હતું.

બીમારી હોવી તે કોઈ અપરાધ કે ગુનો નથી, પણ તેને છૂપાવીને કામ કરવું આવ્યું. કોઈને બીમારી થઈ ગઈ તે સમજી શકાય છે, તેનો ઈલાજ કરવામાં આવશે. પણ તમે તેને છૂપાવીને સંક્રમણ ફેલાવવાનું કામ કરી રહ્યા છો તો તે સહન કરી શકાય નહીં. મને આ અંગે કહેતા કોઈ જ સંકોચ નથી થતો કે તબલીઘના આ વલણને લીધે સંક્રમણ ઝડપથી ફેલાયું. યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રધાનમંત્રીના નૈતૃત્વમાં સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. તેમા તમામ વર્ગોની કાળજી રાખી આ લડાઈને આગળ વધારવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત ગરીબો માટે થઈ ચુકી છે. ઉત્તર પ્રદેશમાં પ્રધાનના સમૂહની રચના કરવા સાથે અન્ય કાર્યોને આગળ વધારવા કામ કરવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.