મુંબઇમાં કોરોના કેસ વધતા 1305 ઇમારતો સીલ, તેમાં રહેતા 71,838 પરિવારો પર અસર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બ્રૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ગુરૂવારે વધી રહેલા કોરોના વાયરસનાં કેસ વચ્ચે મુંબઇ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઇ બિલ્ડિંગમાં 5થી વધુ કોરોનાનાં કેસ મળી આવે છે તો પછી સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે, તે ઉપરાંત દર્દીને હોમ ક્વોરન્ટાઇનમાં રહે છે તો તેના હાથમાં સ્ટેમ્પ લગાવવામાં આવશે.

મુંબઇમાં અચાનક જ કોરોના વાયરસ સંક્રમણનાં કેસ ઝડપથી વધવાનાં કારણે BMCએ ફરીથી કડક પ્રતિબંધો અમલમાં મુકવાનાં શરૂ કરી દીધા છે, મુંબઇમાં 1305 ઇમારતોને સીલ કરી દેવામાં આવી છે, તેમાં 71,838 પરિવારો રહે છે, મુંબઇમાં 2749 કેસ નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ત્રણ મહિના બાદ પહેલી વખત શુક્રવારે કોવિડ-19નાં 6 હજારથી પણ વધુ નવા કેસ આવ્યા છે, સંક્રમણનાં 6112 નવા કેસમાં મોટાભાગનાં અકોલા, અને મુંબઇ બ્લોક માંથી આવ્યા છે, આ પહેલા રાજ્યમાં 30 ઓક્ટોબરે એક દિવસમાં 6 હજારથી પણ વધુ નવા કેસ આવ્યા હતાં, ત્યાર બાદ કેસની સંખ્યા ઘટવા લાગી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.