દેશમાં કોરોના કેસ ૨.૬૭ લાખને પારઃ એક દિવસમાં સૌથી વધુ ૩૩૧ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ એટલે કે કોવિડ-૧૯ મામલે ભારત વિશ્વના સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં ૫માં ક્રમે પહોંચી ગયું છે. અનલોક-૧ના બીજા તબક્કામાં લગભગ તમામ વાણિજયિક એકમો ખુલી ગયા છે ત્યારે તેની સાથે કેસોની સંખ્યા પણ ઘટવાને બદલે વધી રહી હોય તેમ સતત ૬ઠ્ઠા દિવસે પણ કેસોની સંખ્યા ૯ હજારની ઉપર આવ્યાં છે. આજે મંગળવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯,૯૮૭ કોરોના કેસ બહાર આવ્યાં તો આ જ સમયગાળામાં વધુ ૩૩૧ દર્દીઓના મોત નિજ્યા છે. મૃત્યઆંકનો છેલ્લાં ૨૪ કલાકનો આ આંકડો અત્યારસુધીનો સૌથી ઉંચો આંકડો છે.. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં ૩૦૦થી વધારે મોત અને સતત છઠ્ઠા દિવસે ૧૦,૦૦૦ની આસપાસ કેસ આવ્યા છે. તે સાથે જ ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૬૬,૫૯૮ પર અને કુલ મૃત્યઆંક ૭,૪૬૬ પર પહોંચી ગયો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.