કોરોના વધુ ઘાતક બન્યો : ૨૪ કલાકમાં ૫૦૭ના મોત

રાષ્ટ્રીય
Corona
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : અનલોક-૧ના છેલ્લાં દિવસે ગઇકાલે ૩૦ જૂનના રોજ કોરોનાના ૧૮ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. અને વધુ ૫૦૭ લોકોના મોત થયા હતા. જે સૌથી વધારે છે. ૧, જૂનથી અનલોક-૧માં લોકડાઉનમાં પહેલીવાર છૂટછાટો અપાતાં કેસોમાં સતત વધારો નોંધાયો હતો. અને જૂનમાં જ કેસોની સંખ્યા ૫ લાખ પર પહોંચી હતી. જે હવે ૬ લાખની નજીક પહોંચવામાં છે.
૧ જુલાઇથી અનલોક-૨માં વધુ છૂટછાટો અપાતાં લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નિકળશે કે રહેશે તો સંક્રમણ વધવાની શક્્યતા રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઇકાલે અનલોક-૧ના છેલ્લાં દિવસે કરેલા સંબોધનમાં લોકોની બેદરકારી પ્રત્યે ભારે ચિંતા વ્યક્ત કરી હતી અને હવે જ્યારે વધારે તકેદારી રાખવાની છે ત્યારે લોકો લાપરવાહ બની રહ્યાં હોવાની નોંધ ખુદ વડાપ્રધાનને પણ પોતાના રાષ્ટÙજાગ સંબોધનમાં લેવી પડી હતી. અને કોરોનાથી બચવાના નિયમોનું કડક પાલન કરવાવવા તમામ સત્તાવાળાઓને તાકીદ કરી હતી. તો બીજી તરફ જ્યાં સૌથી વધુ સંક્રમણના કેસો છે તે મુંબઇમાં આ વર્ષે ગણેશચતુર્થીએ પ્રખ્યાત લાલબાગચા રાજા ગણેશજીની સ્થાપના અને મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લોવામાં આવ્યો છે. દેશમાં સતત બીજા દિવસે જા કે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને રિકવરી રેટ વધીને ૫૯.૦૬ ટકા થયો છે. પોઝિટિવિટી રેટ ૮.૮૦ ટકા થયો છે. આજે જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૫ લાખ ૮૫ હજાર ૭૯૨ થઈ ગઈ છે. covid19india.org વેબસાઈટ પ્રમાણે, ગઇકાલે મંગળવારે સમગ્ર દેશમાંથી ૧૮ હજાર ૨૫૬ કેસ સામે આવ્યા હતા. તો તેની સામે ૧૨ હજાર ૬૫૬ દર્દીઓ સાજા પણ થયા હતા. આ દરમિયાન ૫૦૬ લોકોના મોત થયા હતા. તો આ તરફ મુંબઈમાં કોરોના સંક્રમણના કારણે પરિÂસ્થતિ બગડતી જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને આ વખતે ઘણા ગણેશ મંડળે ગણેશ ઉત્સવની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. લાલબાગના રાજા ગણેશોત્સવ મંડળે નક્કી કર્યું છે કે આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરે. પંડાલમાં ૧૧ દિવસ બ્લડ અને પ્લાઝ્મા ડોનેશન કેમ્પ લગાડવામાં આવશે. આ વર્ષે ગણેશ ઉત્સવ ૨૨ ઓગસ્ટે શરૂ થશે. મુંબઇની જેમ ગુજરાત અને અન્યત્ર પણ આ વખતે કોરોનાને લીધે સાર્વજનિક ગણેશ ઉત્સવ નહીં યોજવાનો મત વ્યક્ત થઇ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.