દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૯૯૩ પોઝિટિવ કેસઃ ૭૩ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર યથાવત છે અને દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાતો જાવા મળે છે. કોરોના વાયરસનો કાળમુખા પંજામાં દેશના મોટાભાગના વિસ્તારો આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૫,૦૦૦ને પાર થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૯૩ નવા પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ કેસો ૩૫,૦૪૩ થઈ ગયા છે. એક દિવસમાં દેશમાં ૭૩ લોકોના મોત થયા હોવાથી અત્યાર સુધીમાં કુલ ૧,૧૪૭ મરણ થયા છે.
કોરોના સામે દેશના તબીબો સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. હોÂસ્પટલોમાં દર્દીઓની સારવારમાં પુરતું ધ્યાન આપવામાં આવી રÌšં છે. દેશમાં કોરોના વાયરસ સામે જંગ જીતીને સાજા થનારાની સંખ્યા વધીને ૮૮૮૯ થઈ છે. રિકવરી રેટ ૨૫.૩૬ ટકા થયો છે. આ બાજુ મહારાષ્ટÙમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૯૯૧૫ થઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટÙમાં ૫૮૩ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે ૨૭ લોકોના મોત થયા છે.
મહારાષ્ટÙમાં કોરોના વાયરસથી ૪૩૨ લોકોએ જીવ ગુમાવ્યાં છે. હવે શીખ તીર્થયાત્રી કોરોના વાઈરસનો શિકાર બની રહ્યા છે. જેમાં મહારાષ્ટÙના નાદેડ હજૂર સાહિબથી પાછા આવેલા ૧૪૮ તીર્થયાત્રી સામેલ છે. ૧૪૮ શીખ યાત્રીઓમાંથી ૭૬ અમૃતસરમાં, ૩૮ લુધિયાણા અને ૧૦ મોહાલીમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.