દેશભરમાં૧,૬૫,૮૯૯ કેસ, ૪,૭૧૩ લોકોએ જીવ ગુમાવ્યા : ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૦૬ કેસ
દેશભરમાં૧,૬૫,૮૯૯ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને ૭૦,૯૨૦ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી દેશભરમાં ૪,૭૧૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સૌથી વધુ ૫૯,૫૪૬ સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અને ૧,૯૮૨ લોકોના મોત થયા છે. બીજા નંબરે તમિલનાડુમાં ૧૯,૩૭૨ સંક્રમિત થયા છે અને ૧૪૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.
અપડેટ્સ
- રેલવે મંત્રાલયે અપીલ કરી છે કે ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી વધુ વયના વૃદ્ધ જરૂર હોય તો જ મુસાફરી કરો. મંત્રાલયે ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનો હવાલો આપતા કહ્યું કે, આવા લોકોનો કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ વધારે છે.
- રાજ્યસભા સચિવાલયના એક અધિકારીમાં પણ કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ સંસદ ભવનના ઉપભવનના ૨ ફ્લોર અને રાજ્યસભા સચિવાલયને સેનેટાઈઝ કરીને સીલ કરી દેવાયા છે.
- દર્દીઓના કેસમાં ભારત દુનિયાના ૯માં નંબરે પહોંચી ગયું છે. અમેરિકા પહેલા સ્થાને છે. એશિયામાં સૌથી વધારે સંક્રમિત ભારતમાં છે.
- તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન વધારવા અંગે વાતચીત કરી હતી. તેમણે ૩૧ મેના રોજ દેશબંધીનો ચોથો તબક્કો ખતમ થયા પહેલા રાજ્યો પાસે સૂચનો માંગ્યા છે.