ચાર બાળકોના મોતથી વિવાદ, છત્તીસગઢની સરકારી હોસ્પિટલમાં વિજળી ગુલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં એક સરકારી હોસ્પિટલમાં ચાર નવજાત શીશુના મોત નિપજ્યા હતા. જેને પગલે હોસ્પિટલ પ્રશાસનની ગેરરીતી સામે આવી હોવાના આરોપો થઇ રહ્યા છે. પરીણામે રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આ મૃત્યુ સવારે ૫.૩૦થી ૮.૩૦ વાગ્યાની આસપાસ થયા છે.
અચાનક જ એક સાથે ચાર બાળકોના મોતની આ ઘટના છત્તીસગઢના ગુરજુન જિલ્લાના અંબીકાપુરમાં આવેલી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ (જીએમસસીએચ)માં થયા છે. મૃત્યુ પામેલા બાળકોના માતા પિતાએ આરોપ લગાવ્યો છે કે બે બાળકો વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં અચાનક જ વિજળી જતી રહેવાથી બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે હોસ્પિટલ પ્રશાસને કહ્યું છે કે વિજળી કાપને બાળકોના મૃત્યુ સાથે ન જોડી શકાય.
જિલ્લા કલેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાર બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને હોસ્પિટલના એસએનસીયુમાં રાખવામાં આવ્યા હતા. જેમાંથી બે બાળકો વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલમાં વીજળી ગઇ હતી, વીજળી રાત્રે ૧ વાગ્યાથી ૧.૩૦ વાગ્યા સુધી એટલે કે અડધો કલાક સુધી ગઇ હતી. જોકે વિજળી બાદમાં આવી ગઇ હતી.
જોકે જિલ્લા કલેક્ટરનો દાવો છે કે વિજળી કાપની અસર બાળકોને જે યુનિટમાં રાખવામાં આવ્યા હતા તેના પર નહોતી જોવા મળી. કેમ કે તેને વધારાનો વિજળી સપ્લાય આપવામાં આવ્યો હતો અને તે કાર્યરત પણ હતો. આ યુનિટમાં આશરે ૩૦થી ૩૫ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. હાલમાં વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.