15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવવાનું કાવતરું,IBના એલર્ટ પછી સુરક્ષામાં વધારો
સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ અંગે ઈન્ટેલિજન્સ બ્યૂરો(IB)એ મહત્વનું એલર્ટ આપ્યું છે. એલર્ટમાં કહ્યું છે કે અમેરિકામાં રહેતા શીખ ફોર જસ્ટિસના આકામાંથી એક ગુરુવતપંત સિંહ પન્નૂએ 14,15 અને 16 ઓગસ્ટે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવનાર શીખને સવા લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે.
ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકી ગુરુવતપંત સિંહ પન્નૂએ એક વીડિયો શેર કર્યો છે. તાજેતરમાં ગુરુવતપંત સિંહ પન્નૂને ભારત સરકારે ડિજિનેટેડ ટેરરિસ્ટ જાહેર કર્યો છે. ગુરુવતપંત સિંહ પન્નૂએ જાહેરાત કરી છે કે, જે 15 ઓગસ્ટે ખાલિસ્તાનનો ધ્વજ લાલ કિલ્લા પર ફરકાવશે, તેને સવા લાખ રૂપિયા આપવામાં આવશે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને ગુરુવતપંત સિંહ પન્નૂ રેફરેન્ડમ 2020ની મુહિમ પણ ચલાવી રહ્યો છે. આ વીડિયો પછી તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. રેફરેન્ડમ 2020 અંગે સતત દિલ્હી, પંજાબ અને હરિયાણામાં લોકોને ગુરુવતપંત સિંહ પન્નૂના ઓટોમેટિક કોલ આવી રહ્યા છે, જેની તપાસ NIA કરી રહી છે.
તાજેતરમાં એક વીડિયો આતંકી ગુરુવતપંત સિંહ પન્નૂએ શેર કર્યો હતો, જેમાં દિલ્હીને ખાલિસ્તાન બનાવવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાના આ વીડિયો પછી લાલ કિલ્લાની આસ-પાસ ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. IBના એલર્ટ પછી લાલ કિલ્લા અને તેની આસપાસ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.