NEET પરના હોબાળા વચ્ચે કોંગ્રેસના સાંસદ બેહોશ, હોસ્પિટલમાં કરાયા દાખલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

NEET પેપર લીક મુદ્દે રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. વિપક્ષ પેપર લીક મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યું છે. કોંગ્રેસ વતી મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. આ મુદ્દે રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. NEET પરના હોબાળા વચ્ચે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામની તબિયત લથડી અને તે નીચે પડી ગયા હતા. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 

વાસ્તવમાં, કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામ NEETના મુદ્દે ગૃહના વેલમાં વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન તે ચક્કર આવતાં નીચે પડી ગઈ હતી. આ પછી તેમને સંસદમાંથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. સાંસદને આરએમએલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, વિપક્ષના સાંસદો પણ આરએમએલમાં જઈ રહ્યા છે. વિપક્ષના સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.