કંગના રનૌત, યોગી આદિત્યનાથ સહિત આ 4 નેતાઓ પર ટીપ્પણી અને વીડિયો બનાવવો પડી શકે છે મોંઘો, 5 વિરુદ્ધ કાર્યવાહી
બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ગૃહ પ્રધાન અમિત શાહ અને BSP સુપ્રીમો માયાવતી વિરુદ્ધ ટિપ્પણી કરવી અથવા તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવો મોંઘો સાબિત થઈ શકે છે. આવા કેટલાક કેસોમાં કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ પોલીસે 5 સોશિયલ મીડિયા પોસ્ટ વિરુદ્ધ FIR નોંધી છે. જેમણે આ પોસ્ટ અપલોડ કરી છે અને વિડિયો બનાવ્યો છે. તેમની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પોસ્ટમાં મુખ્યમંત્રીની છબીને બગાડતા અપમાનજનક નિવેદનો સાથેનો સંપાદિત વીડિયો પણ સામેલ છે. આમાં સાંસદ કંગના રનૌત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરીને કોમી વિખવાદને ઉશ્કેરતી પોસ્ટ્સ અને અમિત શાહના ડોક્ટરી વીડિયોનો સમાવેશ થાય છે. લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 દિવસમાં 5 FIR નોંધવામાં આવી છે. અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. જોકે, હાલમાં એફઆઈઆરમાં માત્ર પોસ્ટનો ઉલ્લેખ છે. આ કોણે પોસ્ટ કર્યું અને વીડિયો કોણે બનાવ્યો? આ માહિતી હજુ સામે આવી નથી.
Tags aadutyanath india kangana RAKEHWAL