દેશના અનેક ભાગોમાં હવામાન પલ્ટો, હિમવર્ષા-વરસાદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉતર ભારતના હવામાનમાં ફરી વકત બદલાવ આવ્યો છે. પર્વતીય ભાગોમાં બરફવર્ષા થવા સાથે પાટનગર દિલ્હી સહિતના શહેરોમાં વરસાદ થયો છે. સાથોસાથ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડી વધી ગઈ છે.

હિમાલયન ક્ષેત્રમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થવાની સાથે દેશના અનેક ભાગોમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હિમાચલ, કાશ્મર, ઉતરાખંડના પર્વતીય ભાગોમાં હિમવર્ષા વચ્ચે મેદાની ભાગોમાં વરસાદ પડયો છે. દિલ્હી ઉપરાંત ઉતરપ્રદેશ તથા બિહારના કેટલાંક ભાગોમાં પણ હળવો વરસાદ થયો છે. ગુજરાતમાં પણ બે દિવસથી કમોસમી વરસાદ વરસી જ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડમાં હિમવર્ષા તથા વરસાદ છે.

હવામાનખાતાની આગાહી પ્રમાણે પાટનગર દિલ્હીમાં વરસાદ વચ્ચે તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડી વધી શકે છે. બીજી તરફ બિહારમાં અનેક ભાગોમાં ગાઢ ઘુમ્મસના સામ્રાજય વચ્ચે કેટલાંક ભાગોમાં વરસાદ પડયો હતો. વીઝીબીલીટી ઓછી થઈ ગઈ હતી. કેટલાંક ક્ષેત્રોમાં ઝીરો વીઝીબીલીટીને કારરે વાહન વ્યવહારને અસર હતી.

આવતા બે-ત્રણ દિવસ સુધી ગાઢ ઘુમ્મસ છવાયેલુ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજયના તમામ જીલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉતરાખંડમાં પણ હવામાને કરવટ બદલી છે. કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી સહિતના ઉંચાઈવાળા પર્વતીય ભાગોમાં હિમવર્ષા જારી છે. પાટનગર દહેરાદૂનમાં મોડીરાત્રે વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને તાપમાનનો પારો નીચે સરકી ગયો હતો. વિજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

આવતા ત્રણ દિવસ સુધી વરસાદ, હિમવર્ષા તથા કરા વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝીયાબાદ, છપરૌલા, મોદીનગર, સહારનપુરમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રીય થવાના કારણોસર હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.