ભારતના નાગરિકોને મળશે ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી શકે છે, જેમાં દરેક ભારતીય પાસે સંપૂર્ણ રીતે ડિજિટલ હેલ્થ ઈકોસિસ્ટમ સાથે જોડાયેલું પર્સનલ હેલ્થ આઈડી હશે. આ અંતર્ગત પ્રત્યે નાગરિકના સ્વાસ્થ્યના ડેટા દેશભરના રજિસ્ટ્રી ઓફ ડોક્ટર્સ અને હેલ્થ ફેસિલિટી પાસે રહેશે. મુખ્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રસ્તાવને પ્રિન્સિપલ કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે અને અઠવાડિયાના અંત સુધીમાં અંતિમ મંજૂરી મળશે તેવી શક્યતા છે. ‘વડાપ્રધાન દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના ભાગરુપે આ મિશનની શરુઆતની જાહેરાત કરવામાં આવી શકે છે’, તેમ સૂત્રોએ કહ્યું હતું. ડિજિટલ પ્લેટફોર્મને હેલ્થ આઈડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ્‌સ, ડીજી ડોક્ટર અને હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી- એમ ચાર ચાવીરુપ સુવિધાઓ સાથે શરુ કરવામાં આવશે. પછીના તબક્કે તેમાં ઈ-ફાર્મસી અને ટેલિમેડિસિન સુવિધાઓ, નિયમનકારી માર્ગદર્શિકાનો પણ સમાવેશ કરવામાં આવશે.
પ્લેટફોર્મ સ્વૈચ્છિક છે કારણ કે એપ્લિકેશન પર નોંધણી કરાવવી તે વ્યક્તિ પર રહેશે. હેલ્થ રેકોર્ડ્‌સ ફક્ત વ્યક્તિ દ્વારા અધિકૃત થયા પછી જ શેર કરવામાં આવશે. એ જ રીતે, એપ્લિકેશન માટે વિગતો પ્રદાન કરવાની જવાબદારી હોસ્પિટલો અને ડોક્ટરોની રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.