ચિરાગ પાસવાન અને કંગનાની સંસદમાં થઈ મુલાકાત, બંનેની ગજબ કેમેસ્ટ્રીનો વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
ફિલ્મી દુનિયામાં પોતાની અભિનયની કૌશલ્ય સાબિત કરનાર કંગનાએ રાજકારણના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. દેશની 18મી લોકસભા ચૂંટણીમાં કંગના રનૌત હિમાચલની મંડી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને જીતી મેળવી છે. બીજી તરફ, લાંબા સમયથી અભિનેતામાંથી રાજકારણી બનેલા ચિરાગ પાસવાન પણ હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા છે. હવે આજે તમામ નવા ચૂંટાયેલા સાંસદો લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે સંસદ પહોંચ્યા હતા, આ દરમિયાન ચિરાગ પાસવાન અને કંગના રનૌત પણ ત્યાં પહોંચ્યા હતા અને બંનેની અહીં મુલાકાત થઈ હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0
— ANI (@ANI) June 26, 2024
સંસદમાં લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સાંસદો સંસદમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચિરાગ પાસવાન અને કંગના રનૌતની મુલાકાત થઈ હતી. પહેલા બંનેએ હાથ મિલાવ્યા. આ પછી બંને ગળે લગાડી વાતો કરતા આગળ વધ્યા. થોડુંક આગળ ગયા અને રોકાઈને પાછળ પણ જોયું. આ પછી બંનેએ કંઈક વાત કરી અને એકબીજાને તાળીઓ પાડીને સંસદની અંદર ગયા. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વર્ષ 2011માં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ હતું ‘મિલે ના મિલે હમ’. આ ફિલ્મમાં ચિરાગ પાસવાન લીડ રોલમાં હતો, જે તેની એકમાત્ર ફિલ્મ છે. આ ફિલ્મમાં કંગના રનૌતે અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. ત્યાંથી આ બંને વચ્ચે મિત્રતા છે અને હવે સાંસદ બન્યા બાદ બંનેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.