ચીનની હરામખોરી : સરહદ સળગાવી : 20 જવાનો શહીદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારત-ચીન સીમા વિવાદ હવે મોટા તણાવમાં બદલાઈ રહ્યો છે. સોમવારે રાતે લદ્દાખની ગાલવાન વેલીમાં બન્ને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. છેલ્લા રિપોર્ટ પ્રમાણે આ વેલીમાં વાતચીત દરમિયાન ચીનની આર્મીએ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો જેમાં જેમાં ભારતના એક કર્નલ સહિત 20 જવાન શહીદ થયા છે. શહીદોની સંખ્યા હજુ વધી શકે છે. જે કર્નલ શહીદ થયા તેઓ ઇન્ફન્ટ્રી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર હતા. મળતી માહિતી પ્રમાણે, બન્ને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડી-એક્સકેલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી. ડી-એક્સકેલેશન હેઠળ બન્ને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે. આર્મી સૂત્રોએ જણાવ્યું હતું કે 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ આ હિંસક ઘટનામાં શહીદ થયા છે.

ભારત-ચીન બોર્ડર પર 45 વર્ષ બાદ (1975 પછી) આવી પરિસ્થિતિ પેદા થઇ છે જ્યારે ભારતના જવાનો શહીદ થયા હોય. આ વખતે કોઇ ફાયરિંગ થયું નથી. સૈનિકો વચ્ચે પથ્થરમારો થયો હતો. લાઠીથી એકબીજા પર હુમલો થયો હતો. ભારતીય જવાનોની વળતી કાર્યવાહીમાં ચીનના પણ 5 સૈનિક માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે.  જોકે ભારતીય સૈન્યએ ફક્ત એટલું જ કહ્યું છે કે બન્ને પક્ષે જવાન શહીદ થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.