ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું- સરહદ પર શાંતિ માટે બંને દેશો સાથે મળીને કામ કરે, ભારત સાથે સારા સંબંધ પ્રાથમિકતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીને એક વખત ફરી ભારત સાથે પોતાના સંબંધોને લઈને નરમ વલણ દાખવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને સોમવારે કહ્યું કે, સરહદ પર શાંતિ માટે બંને દેશો સાથે મળીને કામ કરે. ભારત સાથે સારા સંબંધો કાયમી રાખવા તે અમારી પ્રાથમિકતા છે. ભારત અને ચીન માટે આ જરૂરી છે કે બંને દેશોએ તેમના પરસ્પર સંબંધોને વધુ સારી રીતે જાળવવા જોઈએ. અમે અમારા પાડોસી દેશ સાથે સારા સંબંધો બનાવી રાખવા માટેના તમામ પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ.

ચીન અને ભારત વચ્ચે આ વર્ષે 15મી જૂને લદ્દાખમાં બંને દેશોની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ તણાવભરી સ્થિતિ બની છે. આ અથડામણમાં ભારતના બે અધિકારી સહીત 20 સૈનિકો શહીદ થયા હતા. આ હિંસક અથડામણ બાદ બંને દેશોની સેના સરહદ વિવાદ ઉકેલવા માટે ઘણી વખત વાતચીત કરી ચુકી છે.

ઝાઓએ જણાવ્યું હતું કે અમેરિકા ચીન પર કોઈ જ કારણ વગર દબાણ કરી રહ્યું છે, જે બાબતે અમે યોગ્ય જવાબ આપ્યો છે. પરંતુ, અમે ઘણા મોટા દેશો સાથે સંબંધ સુધારવા માટેના પ્રયાસ કર્યા છે. ચીને રશિયા અને યુરોપિયન યુનિયન સાથે પોતાના સંબંધ મજબૂત બનાવવા માટે સતત કામ કર્યું છે કોરોનાની મહામારી સામે લડવા માટે થઇ રહેલ કામ બાબતે પૂછવા પર ઝાઓએ જણાવ્યું કે અમે સંક્ર્મણ રોકવા માટે અમેરિકા, રશિયા, યુરોપીય યુનિયન, જાપાન અને ભારત સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. અમે જરૂરિયાતવાળા દેશોને દવા અને વેક્સીન તૈયાર કરવા માટેની તમામ પ્રકારની મદદ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે 8 ઓગસ્ટના રોજ મેજર જનરલ લેવલની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે પૂર્વી લદ્દાખના દોલત બેગ ઓલ્ડી (ડીબીઓ) અને દેપ્સાંગ સહીત લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી)ના તણાવવાળા વિસ્તારમાંથી સેનાને હટાવવા બાબતે ચર્ચા થઇ હતી. ભારત ચીન પર ત્યાંથી તાત્કાલિક ધોરણે સેનાને હટાવવા માટે દબાણ કરી રહ્યું છે. ભારત ઈચ્છે છે કે ચીન પૂર્વી લદ્દાખના તમામ વિસ્તારોમાંથી 5 મેં ની પેગોન્ગ ત્સોમાં થયેલ વિવાદથી પહેલાવાળી સ્થિતિ પુનઃસ્થાપિત કરે.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ ગલવાન વેલી અને કેટલાક તણાવવાળા વિસ્તારોમાંથી સેનાને હટાવી લીધી છે. પરંતુ, પેગોન્ગ ત્સો, ગોગરા અને દેપ્સાંગમાંથી ભારતની માંગ પ્રમાણે ચીન સૈનિકોને પરત હટાવી રહ્યું નથી. પણ સમય-સમય પર ચીન ભારત સાથે સંબંધ સુધારવાની વાત કરી રહ્યું છે. ચીનના વિદેશમંત્રી વાંગ ચી, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાન અને ભારતમાં ચીનના રાજદૂત સુન વેઈડોંગ ઘણી વખત સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવાની વાત કરી ચુક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.