China Zero Covid Policy: કોરોના ચીનમાં મચાવશે કોહરામ, જુલાઈ સુધી થશે આટલાં મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીનમાં કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટ (Omicron In China) હાહાકાર મચાવી રહ્યું છે, પરંતુ હવે અહીં આનાથી પણ વધુ ભયંકર સ્થિતિ બનશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચીનની ફૂદાન યુનિવર્સિટીની સ્ટડી (fudan university Corona)માં અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો ચીને પોતાની જીરો કોવિડ પોલિસી (China Zero Covid Policy)માં ઢીલ આપી તો જુલાઈ સુધી 16 લાખથી વધારે મોત થઈ શકે છે.

વેક્સિનેશનની ગતિ વધારીને મોત પર કાબૂ મેળવી શકાય

ફૂદાન યુનિવર્સિટીનું કહેવું છે કે, માર્ચમાં ચલાવવામાં આવેલું વેક્સિનેશન કેમ્પેઇન ઓમિક્રોનની વેવને રોકવા માટે જરૂરી ઇમ્યુનિટી બનાવવા માટે પપ્રાપ્ત નથી. જો કે રિસર્ચર્સનું એ પણ કહેવું છે કે, વેક્સિનેશનની ગતિ વધારીને મોત ઓછા કરી શકાય છે. રિસર્ચર્સનું કહેવું છે કે ઓમિક્રોનની લહેરમાં એક તૃતિયાંશ મોતો 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને અનવેક્સિનેટેડ લોકોના થઈ શકે છે. ચીનમાં હજુ પણ 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના 5 કરોડો વૃદ્ધોએ વેક્સિન નથી લીધી.

આ પણ વાંચો: ચીનના શાંઘાઈમાં કોરોનાને કારણે 7 લોકોના મોત થયા

11.22 કરોડથી વધુ કેસ નોંધાશે

ફુદાન યુનિવર્સિટીએ કોમ્પ્યુટર મોડલ પરથી અનુમાન લગાવ્યું છે કે, જો કોવિડ પ્રતિબંધો હળવા કરવામાં આવે તો તેનાથી કોરોનાની ‘સુનામી’ આવી શકે છે. અભ્યાસ મુજબ, જ્યારે કોવિડ પ્રતિબંધો હળવા થશે ત્યારે મે અને જુલાઈ વચ્ચે ઓમિક્રોન વેવ વધુ તીવ્ર બનશે. જો આમ થશે તો આ સમય દરમિયાન 11.22 કરોડથી વધુ કેસ નોંધાશે અને 51 લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. ફુદાન યુનિવર્સિટીનું કહેવું છે કે, ઓમિક્રોન વેવ ચીનની આરોગ્ય પ્રણાલી પરનો બોજ 16 ગણો વધારશે.

વુહાનમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો

ફૂદાન યુનિવર્સિટીની સ્ટડી એવા સમયે આવી છે જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનને જીરો કોવિડ પોલિસી (China Zero Covid Policy)ની જગ્યાએ સંક્રમણ રોકવા માટે કોઇ અન્ય રીત અપનાવવાની વાત કહી છે. ડિસેમ્બર 2019માં ચીનના વુહાનમાં કોરાન સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. 2020માં જ્યારે દુનિયાભરમાં કોરોના ફેલવાનો શરૂ થયો, ત્યારે ચીને આને પોતાના ત્યા કાબૂ કર્યો હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: ચીનમાં કોરોના લોકડાઉન છતાં માર્ચમાં નિકાસ 15.7 ટકા જેટલી વધી

શંઘાઈમાં સૌથી ખરાબ સ્થિતિ

હવે ઓમિક્રોન વેરિયન્ટે ચીનની હાલત ખરાબ કરી દીધી છે. ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન અનેક ગણો વધારે સંક્રામક છે અને આ જ કારણ છે કે આને કાબૂ કરવામાં સ્વાસ્થ્ય અધિકારીઓનો પરસેવો છૂટી રહ્યો છે. ચીનમાં સૌથી ખરાબ સ્થિતિ શંઘાઈમાં છે. અહીં 6 અઠવાડિયાથી સખત લોકડાઉન લાગેલું છે. 25 કરોડથી વધારે લોકો લોકડાઉનમાં રહી રહ્યા છે. તો આખા ચીનમાં 40 કરોડથી વધારે લોકો એવા છે જે કોઈને કોઈ પ્રતિબંધમાં જીવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.