ચીનના શાંઘાઈમાં કોરોનાનો હાહાકાર જોવા મળ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીનનાં શાંઘાઈમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.જેમા આર્થિક રાજધાની કહેવાતા શાંધાઈમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.શાંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 52 લોકોના મોત નિપજ્યા છે.આ સિવાય એક દિવસ પહેલા કોરોનાથી 51 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આમ આ સમય દરમિયાન શાંઘાઈમાં કોરોના સંક્રમણના 16,980 કેસ નોંધાયા છે.જેમા કુલ કેસમાંથી 1,661 દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે.શાંઘાઈમાં કોરોના સંક્રમણને કારણે લોકો સૌથી ખરાબ પરીસ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છે.શાંઘાઈમાં આરોગ્ય અને ખોરાક જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.શહેરમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.જેના કારણે લગભગ 2.5 કરોડ લોકો તેમના ઘરોમાં કેદ છે.લોકડાઉન હોવાછતાં વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે લોકો પહેલાથી જ કપરી પરીસ્થિતીનો સામનો કરી રહ્યા છે.શાંઘાઈમાં તમામ લોકોના કોવિડ ટેસ્ટ કરાવવા માટે ચીની સરકારે સેનાનો સહારો લીધો છે.કરોડોની વસ્તી ધરાવતા શાંઘાઈમાં 3 એપ્રિલે હજારો સૈન્ય કર્મચારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.4 એપ્રિલના રોજ શાંઘાઈમાં અનિશ્ચિત લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યું છે.લોકડાઉન દરમિયાન લોકોને ઘરની બહાર નીકળવાની પણ છૂટ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.