ચીનમાં કોરોના લોકડાઉન છતાં માર્ચમાં નિકાસ 15.7 ટકા જેટલી વધી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

માર્ચમાં ચીનની નિકાસ ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં 15.7 ટકા જેટલી વધી ગઈ છે.આમ ચીનમાં માર્ચમાં કોરોનાના કેસો વધ્યા હોવાછતાં તેની નિકાસને કોઇ અસર થઇ નથી.જ્યારે આયાતમાં ખાસ કોઇ ફેરફાર થયો નથી.આમ કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સમગ્ર વિશ્વના વેપાર અને અર્થતંત્રને મોટો ફટકો પડયો હતો ત્યારે ચીનના વેપાર અને અર્થતંત્રને કોઇ ખાસ કોઇ નુકસાન થયું ન હતું.માર્ચમા શાંઘાઇ સહિતના શહેરોમાં કોરોનાના કેસો વધ્યા હોવાછતાં ગત મહિના દરમિયાન ચીનની નિકાસ વધીને 276.1 અબજ ડોલર હતી.જ્યારે આ મહિનામાં આયાત 1 ટકા વધીને 228.7 અબજ ડોલર હતી.આમ ચીનની અમેરિકામાં થતી નિકાસમાં 22.4 ટકાનો વધારો થયો છે. રશિયામાંથી ચીનની આયાતમાં 26.4 ટકાનો ઘટાડો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.