ભારત – ચીન સંઘર્ષ પીએમ મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, ૧૯મીએ સાંજે ૫ વાગ્યે બેઠક યોજાશે.
નવી દિલ્હી : લડાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ સતત વધતો જોવા મળ્યો છે. બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થયા બાદ હવે બેઠકોનો દોર સતત ચાલુ છે. હવે આ મુદ્દા પર પીએમ મોદીએ ૧૯ જુને સાંજે ૫ વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજી છે. આ બેઠકમાં ભારત – ચીન સરહદ વિવાદ પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, તે પહેલા રક્ષામંત્રી અકિલા રાજનાથસિંહનું ભારત ચીન અથડામણ અંગેનું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, દેશ આપણા સૈનિકોની બહાદુરી અને શહિદી કયારેય ભૂલશે નહિ એ પહેલા પીએમે અથડામણ પુષ્ટિ થયા બાદ મંગળવાર મોડી અકીલા રાત સુધી દેશના ટોચના રાજનૈતિક નેતૃત્વ અને સેના પ્રમુખ સાથે બેઠક કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સેના પ્રમુખ નવરણે વચ્ચે મુલાકાત થઇ હતી.