જમ્મુ-કાશ્મીરમાં હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડી પારો માઈનસ 22 ડિગ્રીએ પહોંચ્યો
દેશના મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે, ત્યારે કાશ્મીરમાં હાડ ઠંડકનો ફટકો પડી રહ્યો છે. શીત લહેર અહીં સતત તબાહી મચાવી રહી છે. લઘુત્તમ તાપમાન માઈનસ 3 થી માઈનસ 22 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જમ્મુ અને કાશ્મીરની રાજધાનીમાં માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે ઝોજિલામાં તાપમાન માઈનસ 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરની વાત કરીએ તો શોપિયાં ત્યાંનો સૌથી ઠંડો વિસ્તાર હતો. શોપિયાંમાં તાપમાન માઈનસ 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ લેહરની સ્થિતિ કાશ્મીર કરતાં પણ ખરાબ છે. લેહમાં તાપમાન માઈનસ 10 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
Tags 22 degrees Chillingly cold KASHMIR