UPI પેમેન્ટ પર ચૂકવવો પડશે ચાર્જ, એનસીપીઆઈના વડાએ આપી મોટી માહિતી

Business
Business

નવી દિલ્હી: આગામી દિવસોમાં યુપીઆઈ (Unified Payments Interface) આધારિત પેમેન્ટ માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે. દેશમાં યુપીઆઇ સૌથી લોકપ્રિય પેમેન્ટ કરવાનું માધ્યમ બન્યું છે. પણ હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) દ્વારા દેશના મોટા વેપારીઓ પાસેથી આગામી ત્રણ વર્ષમાં યુપીઆઇ પેમેન્ટ પર અમુક ફી વસૂલ કરવામાં આવે, એવી માહિતી એનસીપીઆઇના વડાએ આપી હતી.

હાલમાં દેશમાં રોકડ રકમની ચુકવણી માટે પેમેન્ટ વિકલ્પ ઉબલબ્ધ કરાવવા અને યુપીઆઇ પેમેન્ટ દ્વારા થતી ચૂકવણીની સ્વીકૃતિ માટે એનસીપીઆઇ પ્રયત્ન કરી રહ્યું છે. ભવિષ્યમાં નવા ઈનોવેશન, વધુ લોકોને આ સિસ્ટમથી જોડવા અને કેશબેક જેવા રિવોર્ડ્સ માટે વધુ ભંડોળની જરૂરત છે. જો આ સિસ્ટમમાં વધુ 50 કરોડ લોકો જોડાશે તો તેનો ફાયદો થશે, એમ એનસીપીઆઇના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

એનસીપીઆઇના વડાએ કહ્યું હતું કે મોટા વેપારીઓ પાસેથી લાંબા સમય બાદ આ ફી લેવામાં આવશે. આ ફી નાના વેપારીઓ પર નહીં લાદવામાં આવે. આ ફીનો નિયમ ક્યારે લાગુ કરવામાં આવશે તે વિશે માહિતી મળી નથી અને આ ફીને લાગતો કાયદો કદાચ આગામી બે-ત્રણ વર્ષ બાદ લાગુ કરવામાં આવે, એવી માહિતી તેમણે આપી હતી.

યુપીઆઇ પેમેન્ટ પર ચાર્જેસ લગાવવા આ નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના વેપાર અને ઉદ્યોગ દ્વારા આ ફીને ન લગાવવાની માગણી કરવામાં આવી રહી છે. આ સાથે સરકાર દ્વારા ઓનલાઇન પેમેન્ટને ચાલના આપવામાં આવી રહી છે, જેથી ડિજિટલાઇઝેશનમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં ઓનલાઇન પેમેન્ટને વધતાં તેની સુરક્ષામાં વધારો કરવા માટે બેન્કના આઇટી સુરક્ષાના બજેટને 10 ટકાથી વધારીને 25 ટકા કરવાની વાત તેમણે કહી હતી.

એનપીસીઆઇ દ્વારા 10 જાન્યુઆરી સુધી આરોગ્ય અને ભણતર ક્ષેત્રમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શનની લિમિટ પાંચ લાખ સુધી વધારવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ લિમિટમાં વધારો કરવામાં આવ્યો હતો, જેથી લોકોને હોસ્પિટલ બિલ અને એજ્યુકેશન ફી ભરવામાં મદદ મળે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.