Chandrayaan-3: ક્યારે એક્ટીવ થશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર? ISRO એ શેર કરી મોટી જાણકારી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ગઈકાલે જાગ્યું ન હતું. ત્યારે હવે ઈસરોના વૈજ્ઞાનિકો આજે એટલે કે  23મી સપ્ટેમ્બરે તેમને જગાડવાનો પ્રયાસ કરશે. લેન્ડર-રોવર હાલમાં સક્રિય નથી. ચંદ્ર પર સવાર થઈ ગઈ છે, પરંતુ લેન્ડર અને રોવરને હજુ સુધી પૂરતી ઊર્જા મળી નથી. ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-3માંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસના ડેટામાં પ્રજ્ઞાન રોવરે 105 મીટરનું અંતર કાપ્યું છે.

પ્રજ્ઞાન રોવર પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ ડેટા ચંદ્રની માટી અને ખડકોની રચના, પાણીની સ્થિતિ અને માનવ જીવનની સંભાવના વિશે માહિતી આપી શકે છે. રોવર હજુ પણ સ્લીપ મોડમાં હતું, કારણ કે ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશમાં તાપમાન માઈનસ 120 થી માઈનસ 220 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે. આ તાપમાનમાં સાધનોના સર્કિટને નુકસાન થઈ શકે છે.

ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશમાં તાપમાન માઈનસ 120 થી માઈનસ 220 ડીગ્રી સેલ્સિયસની રેન્જમાં છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પર આ તાપમાનની શું અસર થશે તે ચંદ્રયાન-3 જાગ્યા પછી જ ખબર પડશે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) કૌરો સ્પેસ સ્ટેશનથી ચંદ્રયાન-3 લેન્ડરને સતત સંદેશા મોકલવામાં આવી રહ્યા હતા. પરંતુ લેન્ડર તરફથી મળેલો પ્રતિસાદ નબળો હતો. આનો અર્થ એ થયો કે લેન્ડરની રેડિયો ફ્રીક્વન્સી એટલી મજબૂત ન હતી જેટલી હોવી જોઈતી હતી.

કલાપ્રેમી ખગોળશાસ્ત્રી સ્કોટ ટિલીએ દાવો કર્યો છે કે ચંદ્રયાન-3 લેન્ડરમાંથી હજુ સુધી કોઈ મજબૂત સંકેત મળ્યા નથી. તેમણે એક ટ્વિટમાં કહ્યું છે કે ચંદ્રયાન-3 2268 મેગાહર્ટ્ઝની ચેનલ પર ઉત્સર્જન કરી રહ્યું છે, જે એક નબળું બેન્ડ છે. આનો અર્થ એ છે કે લેન્ડરને જોઈએ તેટલી શક્તિશાળી રેડિયો ફ્રીક્વન્સી પ્રાપ્ત થઈ રહી નથી. સ્કોટે આ અંગે ઘણી ટ્વિટ કરી છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્યાં વિક્રમ લેન્ડર આવેલું છે ત્યાં સૂર્યપ્રકાશ 13 ડિગ્રી પર પડી રહ્યો છે. આ ખૂણાની શરૂઆત 0 ડિગ્રીથી શરૂ થઈ અને 13 પર સમાપ્ત થઈ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.