તલવારથી કેક કાપી બર્થડે ઉજવવું યુવાનને પડ્યું ભારે, ફોટા વાયરલ થયાને પોલીસ ઉઠાવી ગઈ

ગુજરાત
ગુજરાત

મહારાષ્ટ્રના નાગપુર પોલીસે જન્મદિવસની ઉજવણીમાં કથીત રીતે તલવારથી કેક કાપવાના કેસમાં 19 વર્ષના યુવકની ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું છે કે, યુવક તલવારથી કેક કાપતા સમયના ફોટા સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. સોશયલ મીડિયા ઉપર ફોટા વાઈરલ થયા બાદ પોલીસે એક્શન લીધા અને નાગપુર પોલીસે તેની ધરપકડ કરી છે.

પારડી પોલીસ સ્ટેશનમાં અધિકારીએ કહ્યું કે, આરોપી નિખિલ પટેલે 21 ઓક્ટોબરે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. તે અને તેના મિત્ર ચાર મોટા કેક લઈને આવ્યાં હતાં. તે બાદ પટેલે તલવાર કાઢી અને પોતાના મિત્રોની હાજરીમાં ચારેય કેકોને કાપી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, તલવારથી કેક કાપવાનો વીડિયો અને ફોટો વ્હોટ્સ એપ અને અન્ય સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. તે બાદ પટેલના ઘરે દરોડો પાડીને તલાવર કબ્જે કરવામાં આવી અને તેની ધરપકડ કરાઈ. પોલીસે જણાવ્યું કે, નિખિલ પટેલ સામે હથિયાર કાયદો અને મુંબઈ પોલીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.