CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.૧૦ અને ૧૨ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી ૩ પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે.
નવી દિલ્હી. CBSEએ ધો. ૧૦ અને ૧૨ની બાકીની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી સુનાવણીમાં આ જાણકારી આપી હતી. હવે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન છેલ્લી ૩ પરીક્ષાના આધારે થશે. ત્યાર પછી વિદ્યાર્થી પાસે પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે.
કુલ ૨૯ વિષયોની પરીક્ષા બાકી હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ધો. ૧૦ના વિદ્યાર્થીઓની ૬ વિષયની પરીક્ષા બાકી હતી. આ પરીક્ષા દિલ્હીમાં થયેલી હિંસાના કારણે રદ્દ કરાઈ હતી.
ધો.૧૨ની પરીક્ષા ૧થી ૧૫ જુલાઈ વચ્ચે યોજાવાની હતી. દેશભરમાં ધો.૧૨ની ૧૨ વિષયની પરીક્ષા બાકી હતા. ઉત્તર પૂર્વ દિલ્હીમાં આ ૧૨ ઉપરાંત ૧૧ બીજા મુખ્ય વિષયોની પરીક્ષા બાકી હતી.
જો કોરોના ન હોત તો આ પરીક્ષા દેશભરમાં ૩ હજાર સેન્ટરમાં યોજાત, પરંતુ સોશિયલ ડિસ્ટેંસિંગના કારણે ઝ્રમ્જીઈએ બાકીના પેપર લેવા માટે ૧૫ હજાર સેન્ટરનની જરૂર પડત.
આ પહેલા પેરેન્ટ્સના એક સમૂહે ઝ્રમ્જીઈની પરીક્ષા રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમા દલીલ કરાઈ હતી કે ઝ્રમ્જીઈ વિદેશમાં રહેલી ૨૫૦ સ્કૂલોમાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય પહેલા લઈ ચૂક્યું છે. દાખલ કરાયેલી અરજીમાં ઉદાહરણ અપાયું કે કર્ણાટકમાં પરીક્ષા દરમિયાન એક બાળકના પિતા કોરોના પોઝિટિવ મળ્યા હતા અને ૨૪ વિદ્યાર્થીઓએ ક્વોરન્ટિન થવું પડ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટીશન ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓરિસ્સા સરકારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલયને પત્ર લખીને કહ્યું હતું કે પરીક્ષા રદ્દ કરવી જોઈએ. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતુંકે દિલ્હીમાં પરીક્ષા કરાવવા માટે હાલ સ્કૂલમાં જગ્યા નથી.