બિહારમાં RJDના ચાર નેતાનાં ઘરે CBI દરોડા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

CBIની અલગ અલગ ટીમે બિહારમાં RJDના ચાર નેતાનાં ઘરે દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો જમીનના બદલામાં રેલવેમાં ભરતી સાથે જોડાયેલો છે. RJDના કોષાધ્યક્ષ અને MLC સુનીલ સિંહ, પૂર્વ MLC સુબોધ રોય, રાજ્યસભા સાંસદ ફૈયાઝ અહમદ અને રાજ્યસભાના સાંસદ અશફાક કરીમનાં ઘરે CBIની ટીમ કાર્યવાહી કરી રહી છે. ગુરુગ્રામમાં તેજસ્વી યાદવના મોલમાં પણ તપાસ ચાલી રહી છે.

દિલ્હી, ઝારખંડ અને તામિલનાડુ સહિત દેશમાં 17 સ્થળે ED કાર્યવાહી થઈ રહી છે. EDએ ખનનકૌભાંડમાં કડક પગલાં લીધાં છે. ઝારખંડમાં રાંચી, દિલ્હી અને તામિલનાડુમાં 17 સ્થળે EDના દરોડા ચાલી રહ્યા છે. ઝારખંડના CM હેમંત સોરેનના નજીક મનાતા પ્રેમ પ્રકાશના રાંચી સ્થિત નિવાસ સ્થાનો પર EDની તપાસ ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.