કાર ચાલકે મહિલાને મારી ટક્કર, 20 મીટર હવામાં ઉછળી જમીન પર પટકાતા મોત

ગુજરાત
ગુજરાત

મહારાષ્ટ્રમાં વધુ એક હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માતમાં એક ઝડપી કારે પાછળથી 36 વર્ષીય મહિલાને ટક્કર મારતાં મહિલાનું મોત થયું હતું. આ ઘટના નાશિકના ગંગાપુર રોડ પર બની હતી. આ ઘટના એટલી ખતરનાક હતી કે મહિલા હવામાં 15-20 મીટર સુધી ઉછળી હતી. મહિલાની ઓળખ વૈશાલી શિંદે તરીકે થઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

મહિલા હનુમાન નગરની રહેવાસી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. એક દિવસ પહેલા, નાસિકમાં ગંગાપુર રોડ અને કોલેજ રોડને જોડતા રસ્તા પર એક 45 વર્ષીય મહિલાને ટ્રકે કચડી નાંખી હતી. મૃતક નિધિ શાકભાજી ખરીદવા નીકળી હતી ત્યારે ટ્રકે તેને ટક્કર મારી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.