કેનેડાએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ફંડમાં કર્યો વધારો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેનેડાના નિર્ણયને પગલે ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. કેનેડાએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ફંડ 10 હજાર ડોલરથી વધારીને 20 હજાર 635 ડોલર કરી દીધુ છે. એટલે કે હવે ભારતીય વિદ્યાર્થીએ 6 લાખથી વધુની રકમ જમા કરાવી પડશે. સરકારે છેતરપિંડી, શોષણ, દુરુપયોગ અને આવાસ જેવા મુદ્દાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે દર વર્ષે 1 લાખ 50 હજાર વિદ્યાર્થીને આર્થિક અસર થશે.

કેનેડામાં આવતા ઘણા વિદ્યાર્થીઓને ત્યાં હાઉસિંગનો ખર્ચ નથી પોસાતો તેથી તેમનું શોષણ થાય છે. હવે કેનેડિયન ઓથોરિટીનું કહેવું છે કે અહીં આવ્યા પછી સ્ટુડન્ટ નાણાકીય ભીંસમાં ન મૂકાય તે માટે કોસ્ટ-ઓફ-લિવિંગની જરૂરિયાત વધારવામાં આવી છે. આ સુધારા જાન્યુઆરી 2024થી અમલમાં આવશે. આ એક પાઈલટ પ્રોજેક્ટ છે અને તેને કેવો પ્રતિભાવ મળે છે તેના આધારે બીજા સુધારા કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.